ગુજરાત રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગ ગાંધીનગર આયોજિત અને જૂનાગઢ જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા શહેરના ઝોન-૭ના યુવા ઉત્સવ ૨૦૨૩-૨૪ અંતર્ગત જૂનાગઢ બહાઉદ્દીન સાયન્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.આર.પી.ભટ્ટના માર્ગદર્શન તથા ઝોન-૭ના કન્વિનર ભાવેશભાઇ દેવધરિયાના સંચાલન દ્વારા સાહિત્ય, કલા અને સાસ્કૃતિક વિભાગની જુદી જુદી ૨૫ સ્પર્ધાનું આયોજન રસાયણ શાસ્ત્રના અધ્યક્ષ પ્રો.એમ.એમ.ચાવડા અને એમ.એમ.જાનીના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. આ વિવિધ ૨૫ સ્પર્ધામાં મોટી સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો. તેમાં જૂનાગઢની ઐતિહાસિક વારસો ધરાવતી બહાઉદ્દીન સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ યુવા ઉત્સવમાં પણ ઉત્કૃષ્ઠ દેખાવ કર્યો હતો. જેમાં વકતૃત્વ સ્પર્ધામાં સાવલિયા નિધી, દુહા છંદ ચોપાઇમાં કંડોલિયા જયદિપ, લોકવાર્તામાં ચુડાસમા કેતનસિંહ, લગ્ન ગીતમાં વાઘેલા કોમલબા, હળવુ કંઠ્ય સંગીતમાં સોલંકી માનસી, ભજનમાં પરમાર ભક્તિ, સમૂહ ગીતમાં દોમડિયા પાર્મી ગૃપ, એકાંકી(નાટક) સરવૈયા જાન્વી ગૃપ અને શિઘ્ર વક્તૃત્વ કંડોરિયા પુજાએ પ્રથમ નંબર મેળવી કોલેજનું નામ રોશન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓ આગામી જિલ્લા કક્ષાના યુવા ઉત્સવમાં ભાગ લેવા જશે.
