Gujarat

અભયમ ટીમના કુશળ કાઉન્સિલિંગ થી બે વર્ષથી વધુ સમય થી વિખૂટી પડેલ માનસીક અસ્વસ્થ પીડિતાના  પરિવારજનોને શોધી કાઢ્યા

જૂનાગઢ સીટી માં કાર્યરત ૧૮૧  મહીલા હેલ્પ લાઈન માં એક ફોન  આવેલ હતો જે જાગૃત નાગરિક દ્વારા જણાવેલ કે એક અજાણ્યા મહિલા બે દિવસ થી ગામ માં આમતેમ ફરી રહ્યા છે. જેથી કોલ મળતા તુરંત ૧૮૧  મહીલા હેલ્પ લાઇન ટીમ ના ફરજ પરના કાઉન્સેલર  અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ મધુબેન ઓડેદરા સહિત ની ટીમ સ્થળ પર પહોંચી મહિલાને મળી  અને  ૧૮૧ ટીમ આવતા ભાગવાનો પ્રયાસ કરતા હોય  કાઉંસેલિંગ  કરર્યુ હતુ.

જેમાં  મહિલા તેમના પરિવાર ની અલગ અલગ માહિતી આપતા હોય જેમાંથી સાચી માહિતી મેળવતા ખ્યાલ આવેલ કે મહિલા ના માતા પિતા મહારાષ્ટ્ર થાણે ડીવા રેલવે સ્ટેશન નજીક રહેતા હોય જેની માહિતી મેળવી ડીવા પોલીસ સ્ટેશન માં સંપર્ક કરેલ અને રેલવે પોલીસ સાથે સંપર્ક કરેલ જેથી તેમના પરિવાર ની તપાસ કરતા તેમના પિતરાઈ ભાઈ નો સંપર્ક થતાં તેમનો ફોન નંબર મેળવેલ અને તેમની  સાથે ફોન પર વાત કરતા જણાવેલ કે  તે મહિલા ના પરિવાર માં તેમના માતા ૧ વર્ષ પહેલાં અને પિતા ૧૦ દિવસ પહેલા જ મૃત્યું પામેલ હોય અને  તેમની મોટી બહેન છે જે મુંબઈ ના ચેમ્બુર માં રહેતા હોવાનું જણાવેલ જેથી તેમનો ફોન નંબર મેળવેલ અને તેમની સાથે વાત કરી  અને તેમણે જણાવેલ કે તેમની આ બહેન ને બે  બાળકો પણ છે અને તેમના પતિ નું મૃત્યું પામેલ હોય અને જેથી તે બીજા પુરુષ સાથે રહેવા લાગેલ હોય અને ત્યાંથી નીકળી આવેલ અને બાદમાં તેમની માનસિક સ્થિતિ ખરાબ  થઈ ગઈ  હોય જેથી ઘરે થી નીકળી ગયેલ હોય અને  કોવિડ સમય થી જુદા પડી ગયેલ હોય અમો  ઘણા સમયથી તેમને શોધતા હોય પરંતુ મળતા ન હતા.  આજ રોજ વાત થતાં  તેમના બહેન સાથે  જેથી તેમને લેવા માટે આવતા  હોય હાલ આવવામાં સમય લાગે તેમ હોવાથી મહિલા ની સુરક્ષા અને આશ્રય માટે સખી વન સ્ટોપ સેન્ટર માં લઇ જઇ આશ્રય અપાવેલ અને આગળ ની કાર્યવાહી તેઓ ને સોંપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *