Gujarat

આજરોજ જોડિયા તાલુકા પંચાયત ખાતે આઝાદી ના અમૃત મહોત્સવ ના ભાગ રૂપે “મેરી મિટી મેરા દેશ ” કાર્યક્રમ યોજાયો

તિરંગા યાત્રા થી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી જેમા પોલીસ હેડ ક્વાર્ટર થી તાલુકા પંચાયત કચેરી સુધી ના જવાનો હોમગાર્ડ ના જવાનો અને શાળા ના બાળકો તથા અધિકારીઓ અને પદાધિકારીઓ એ મોટી સંખ્યા મા હાજરી આપી હતી  આ કાર્યકમ મા જોડિયા તાલુકા પંચાયત ના પ્રમુખ શ્રી નાથાભાઈ તથા ઉપપ્રમુખ ઘનસ્યામ ભાઈ TDO શ્રી મધુરીબેન પટેલ જિલ્લા પંચાયત ના સદસ્ય શ્રી ચંદ્રિકાબેન અઘેરા તથા જોડિયા તાલુકા ભાજપ ના પ્રમુખ શ્રી ભરતભાઈ દલશાણીયા તથા તાલુકા ભાજપ ના મહામંત્રી કિશોરભાઈ મઢવી તથા ભાજપ ના પીઠ આગેવાન જેઠાલાલ અઘેરા તથા તાલુકા પંચાયત ના તમામ અધિકારી શ્રીઓ તથા ટી. સી. એમ. શ્રી ઓ એ. પી. એમ. સી. ના ચેરમેન અને વાઇસ ચેરમેન અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ આ કાર્યક્રમ મા હાજર રહ્યા હતા જે ગામે ગામ થી એકત્રિત કરેલ માટી કળશ મા પધરાવી હતી શાળા ની બાળાઓ પધારેલ મહેમાન ને આવકાર આપવા સ્વાગત ગીત રજૂ કરીયુ હતું પ્રાસંગિક પ્રવચન શ્રી જેઠાલાલ અઘેરા એ કાર્યક્રમ ને અનુરૂપ કરેલ તથા TDOશ્રી માધુરીબેન પટેલે તેમના પ્રવચન મા કહું કે  જોડિયા તાલુકા ના તમામ ગામોમાં “મેરી મિટી મેરા દેશ ” બહુજ સારી રીતે યજાયો જેમા મંત્રી શ્રી ઓ અને અન્ય અધિકારી શ્રીઓ અને ભાજપ ના પદાધિકારીઓ અને આગેવાનો જે જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનવીયો તેનો હું હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું આ તકે જોડિયા તાલુકા ભાજપ પરિવારે પણ આખા તાલુકા મા આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ અધિકારી ઓ તથા પાર્ટી ના આગેવાનો નો આભાર વ્યક્ત કરીયો હતો…………………..મ
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા. જોડિયા. જી.જામનગર.
ગામ ::હડિયાણા…………

IMG20230817100842.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *