ખાસ કિસ્સામાં એમ્બ્યુલન્સ ફાળવવા ધારાસભ્ય અરવિંદ લાડાણીએ રજૂઆત કરી
વંથલી સામૂહિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ છેલ્લા ઘણા સમયથી બંધ હોવાથી અનેક ફરિયાદો ઉઠી છે. એમ્બ્યુલન્સ ન હોવાથી દર્દીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જ્યારે અધૂરામાં પૂરું વંથલી નગરપાલિકા દ્વારા ગરીબ દર્દીઓના હિતમાં વસાવાયેલ એમ્બ્યુલન્સ પણ મેન્ટેનન્સ બિલ ચુકવણીના અભાવે ગેરેજમાં પડી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે માણાવદર મતવિસ્તારના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને લેખિત રજૂઆત કરી સામૂહિક આરોગ્ય કેન્દ્ર વંથલીને ખાસ કિસ્સામાં નવી એમ્બ્યુલન્સ ફાળવવા જણાવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ અને પોરબંદર ને જોડતા નેશનલ હાઇવે પરનું ગામ વંથલી શહેર હોય આ વિસ્તાર અકસ્માત ઝોન તરીકે પણ કુખ્યાત હોય છાશવારે અકસ્માતો સર્જાતા હોય ત્યારે દર્દીઓને વધુ સારવાર માટે જુનાગઢ કે રાજકોટ રિફર કરવા માટે એક પણ એમ્બ્યુલન્સ ઉપલબ્ધ ન હોય ત્યારે તાત્કાલિક ખાસ કિસ્સામાં નવી એમ્બ્યુલન્સ ફાળવી આપવા ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા રજૂઆત કરાઈ છે.
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


