Gujarat

ઉનામાંથી ૫૦થી વધુ નકલી ઘીના ડબ્બા મળી આવ્યા

ગીર સોમનાથ
ઉનામાંથી નકલી ઘી પકડાયું હોવાની ઘટના સામે આવી છે. ઉના પોલીસે દરોડા પાડી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઉનાના લુહાર ચોકમાં રહેણાક મકાન પર પોલીસે દરોડા પાડ્યા હતા. અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતો વેપારી નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો. જ્યાંથી પોલીસે ૫૦થી વધુ ડબ્બા નકલી ઘી, વનસ્પતિ તેલ સહિતની ભેળસેળની સામગ્રી મળી આવી હતી. પોલીસે દુકાન તેમજ રહેણાંક મકાનમાંથી મુદ્દામાલ કબ્જે કર્યો છે.

Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *