Gujarat

મારી માટી , મારો દેશ-માટી ને નમન વીરો ને વંદન… રાણપુરમાં તાલુકા પંચાયત ખાતે શહીદ વીર ની તક્તિ અનાવરણ કાર્યક્રમ યોજાયો.. 

તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પીનાકી મેઘાણી,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો હાજર રહ્યા….

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી ચાલી રહી છે ત્યારે આ વર્ષની ઉજવણીની થીમ માટી સાથે સંકળાયેલી છે ત્યારે મારી માટી,મારો દેશ-માટી ને નમન,વીરોને વંદન અભિયાન અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં તાલુકા પંચાયત ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો.તાલુકા પંચાયત ના પરીસરમાં શહીદ વીર વિજયભાઈ શાંતિલાલ મોજીદરા,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી,સૌરાષ્ટ્ર ના સિંહ અમૃતલાલ શેઠ,સહદેવસિંહ મોરી-ખસ,નિલેશભાઈ જી.ડાભી ની તક્તિ મહાનુભાવો ના વરદ હસ્તે અનાવરણ કરવામાં હતી.આ કાર્યક્રમમાં રાણપુર તાલુકા વિકાસ અધિકારી કૃષ્ણપાલસિંહ મકવાણા,નાયબ તાલુકા વિકાસ અધિકારી એકતાબેન કાપડીયા,રાણપુર તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી,રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ના પૌત્ર પીનાકી મેઘાણી તેમજ બોટાદ જીલ્લા પંચાયતના સદસ્યો,રાણપુર તાલુકા પંચાયતના સદસ્યો,રાણપુર તાલુકાના સરપંચો,તલાટીઓ સહીત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.આ કાર્યક્રમને અનુરૂપ તાલુકા પંચાયતના પ્રમુખ વિનોદભાઈ સોલંકી દ્વારા ઉદબોધન કરવામાં આવ્યુ હતુ.તેમજ તાલુકા પંચાયતના પરીસરમાં વિવિધ જાતના વૃક્ષો રોપણ કરવામાં આવ્યુ હતુ…
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20230817-173226.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *