સાવરકુંડલા. તા..
(બિપીન પાંધી દ્વારા)
ગત તા.૩ જુલાઇના રોજ ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે શ્રી પી.પી.એસ.હાઈસ્કૂલ-વંડામાં ગરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે શ્રીકાપડીયા ,તથા ઓઝાસાહેબે શાળાના સુશોભન કર્યું હતુ. આ પ્રસંગની શરૂઆત શાળાની બહેનોએ મા સરસ્વતીની વંદના, દીપ પ્રાગટ્ય અને પ્રાર્થના દ્વારા કરી હતી. શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ગુરુજનોને કુમકુમ તિલક કરી ગુરુપુજન કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટની પ્રાથમિક શાળા શ્રી વિવેકાનંદ વિધાલયના ભૂલકાઓ દ્વારા ગુરુપૂર્ણિમાના મહત્ત્વ વિશે હૃદયસ્પર્શી વક્તવ્યો રજૂ કરવામાં આવ્યા હતા. શાળાની બહેનો દ્વારા ગુરુવંદના ગીતો ગવાયા હતા. વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ રવામાં આવ્યા હતા. શ્રી નીતાબેન ભટ્ટે વિધાર્થી જીવનમાં ગુરૂનું મહત્ત્વ પર હદયસ્પર્શી પ્રવચન કર્યુ હતું. તથા શ્રી સંજયભાઇ વિસાણીએ વિધાર્થીઓનું ગુરૂ પ્રત્યે કર્તવ્ય અંગે સમજ આપી હતી. અને આચાર્યશ્રી સંજયભાઇ ચૌહાણે વિધાર્થીઓને વિવિધ દ્રષ્ટાંતો દ્વારા જીવનમાં ગુરુનું સ્થાન શું છે તેના વિશે તેમજ શ્રીમનજીબાપા તળાવિયાએ બાળકોને પ્રેરણાદાયી પ્રસંગોની તથા સહુ શિક્ષક ભાઇ બહેનોને આર્શીવયનો પાઠવ્યા હતા..આ પ્રસંગે શાળાના ઓ.એસ.શ્રી બી.એલ.સોનપાલ હસ્તે પૂર્વાચાર્ય સ્વ.શ્રી રસિક્લાલ સોનપાલ સાહેબ સરસ્વતી સન્માન સ્વરૂપે ધોરણ ૯ થી ૧ર સુધીમાં પ્રથમ આવેલ વિધાર્થી ભાઈ બહેનોને રોક્ડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. દરેક સાંસ્કૃતિક કાર્યક્ર્મને મે.ટ્ર્સ્ટી શ્રી મનજીબાપા તળાવિયા તેમજ ગુરૂજનો દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સંચાલન શ્રી પીયુષભાઇ વ્યાસે કર્યુ હતુ.


