Gujarat

૧૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયેલ હિરાસર એરપોર્ટનું વડાપ્રધાન મોદીનાં હસ્તે લોકાર્પણ

રાજકોટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટ પહોંચી ગયા છે. રાજકોટ એરપોર્ટ પર ઝ્રસ્ ભૂપેન્દ્ર પટેલ સહિતના પ્રધાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યુ. જે પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કર્યુ છે. નાગરિક ઉડ્યન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા પણ આ પ્રસંગે હાજર રહ્યા. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી જે હિરાસર એરપોર્ટનું લોકાર્પણ કર્યુ છે તે રૂ. ૧૪૦૦ કરોડના ખર્ચે તૈયાર થયું છે. ૨૫૦૦ એકરમાં હિરાસર એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યુ છે. હિરાસર એરપોર્ટના વિકાસ માટે ૧૫૦૦ એકર જમીન આપવામાં આવી હતી. જે પછી એરપોર્ટમાં ૨૫૦ એકર ગ્રીન ઝોન, ૫૨૪ એકર જમીન મુસાફરોની સુવિધા માટે વિકસાવાઇ છે. કુલ ૨૫૦ એકર જમીનમાં એરપોર્ટનું એવિએશન પાર્ક તૈયાર કરવામાં આવ્યુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હીરાસર એરપોર્ટના લોકાર્પણ બાદ જાહેર સભા સંબોધવાના છે. પીએમ મોદીની સભામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાંથી લોકો ઉમટી પડ્યા છે. ઠેર ઠેર પીએમ મોદીના સ્વાગત માટે સ્ટેજ બનાવવામાં આવ્યા છે. ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોના સ્ટેજ બનાવવામાં આવ્યા છે. પીએમ મોદીની એક ઝલક જાેવા લોકો આતુર છે. વડાપ્રધાનના હસ્તે સૌરાષ્ટ્રને જીછેંદ્ગૈં યોજનાના ૨ પ્રોજેક્ટની ભેટ મળશે. જેના થકી ૯૫ ગામોની ૫૨,૩૯૮ એકર જમીનને સિંચાઈનો લાભ મળશે. ૯૮ હજાર લોકોને પીવા માટે નર્મદાના નીર ઉપલબ્ધ થશે. અત્યાર સુધીમાં જીછેંદ્ગૈં યોજનાનું ૯૫ ટકા કામ પૂર્ણ થયુ છે. ૧૧૫ જળાશયોમાંથી ૯૫ જળાશયો યોજના સાથે જાેડાયા છે. આશરે ૬.૫૦ લાખ એકર વિસ્તારમાં સિંચાઈનો લાભ ખેડૂતોને મળવાનો છે. લગભગ ૮૦ લાખની વસ્તીને નર્મદાનું પાણી મળી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૨૮ જુલાઇએ ‘સેમિકોન ઇન્ડિયા ૨૦૨૩’ કાર્યક્રમનું ગાંધીનગરમાં ઉદ્ધાટન કરશે. ગાંધીનગરમાં સેમિકન્ટક્ટર્સની અત્યાધુનિક ટેક્નોલોજી અંગે પ્રદર્શન યોજાવાનું છે. ગુજરાતના આંગણે દિગ્ગજ કંપનીઓ આવવાની છે. કેન્દ્રીય પ્રધાનો પણ આ કાર્યક્રમમાં હાજરી આપવાના છે. સેમિકન્ડક્ટર ક્ષેત્રે દેશમાં રોકાણની તકો અંગે પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવશે. ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી રજૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બનવા જઇ રહ્યુ છે. રૂ.૨૨,૫૦૦ કરોડના છ્‌સ્ઁ પ્રોજેક્ટની સ્થાપના માટે સ્ર્ેં કરવામાં આવશે. છ્‌સ્ઁ સુવિધા શરૂ કરવા સાણંદની પસંદગી કરાઇ છે.

File-02-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *