Gujarat

સાવલીમાં દશામાંના વિસર્જન સમયે મહીસાગર નદીમાં ત્રણ યુવાનો તણાયા

વડોદરા
વડોદરા શહેર-જિલ્લામાં ઉત્સાહભેર ઊજવાતો દશામા મહોત્સવ આજે માતમમાં પરિણમ્યો હતો. વડોદરા નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં દશામાની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયેલા ૫ યુવાન ડૂબી ગયા છે, જેમાં વડોદરા નજીક સિંઘરોટ મહી નદીમાં એક હોમગાર્ડ જવાન સહિત બે યુવાન અને સાવલી તાલુકાના કનોડા ગામ પાસે રણછોડપુરા ગામના ૩ યુવાન ડૂબી ગયા હતા. સાવલીમાં દશામાંના વિસર્જન સમયે મહીસાગર નદીમાં ત્રણ યુવાનો તણાયાની ઘટના બની છે. સાવલીના કનોડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં એક જ ગામના એક સગીર સહિત ત્રણ યુવાનો ડૂબ્યા હતા. આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડ ધટના સ્થળે પહોંચી ત્રણેય યુવાનોની નદીમાં શોધખોળ હાથ ધરી હતી. જેમાં ૨૯ વર્ષના સંજય ગોહિલનો મૃતદેહ મળી આવ્યો હતો. સંજય ગોહિલના મૃતદેહને પીએમ અર્થે સાવલીના સરકારી દવાખાને ખસેડાયો હતો. આ ઘટના બાદ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર ઘટના સ્થળે પહોંચ્યા હતા. તો ૧૫ વર્ષના વિશાલ ગોહિલ, ૨૬ વર્ષના કૌશિકની શોધખોળ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *