ભારતીય ટીમમાં ઘણા એવા ખેલાડીઓ છે જેઓ તેમના પ્રદર્શન પ્રમાણે વધુ શ્રેયના હકદાર હતા. એમ કહી શકાય કે તેની કારકિર્દી દરમિયાન તેમને આટલી ક્રેડિટ મળી નથી. રવિચંદ્રન અશ્વિને એક એવા ખેલાડીનું નામ આપ્યું છે જેને તેની કારકિર્દી દરમિયાન એટલી ક્રેડિટ મળી નથી. હર્ષા ભોગલે સાથેની વાતચીત દરમિયાન અશ્વિને કહ્યું કે ગૌતમ ગંભીર એક એવો ખેલાડી રહ્યો છે જેને જાેઇએ તેટલો શ્રેય મળ્યો નથી. અશ્વિને પોતાની યુટ્યુબ ચેનલ પર વાત કરતી વખતે કહ્યું, “ગૌતમ ગંભીર ભારતનો એક એવો ક્રિકેટર છે. જેને સૌથી ઓછો આંકવામાં આવે છે.
તે ટીમનો સર્વશ્રેષ્ઠ ખેલાડી રહ્યો છે. પરંતુ લોકો તેને એટલો શ્રેય આપતા નથી જેનો તે હકદાર હતો. “તે એક નિઃસ્વાર્થ વ્યક્તિ હતો જેણે તેની કારકિર્દી દરમિયાન હંમેશા ટીમ વિશે વિચાર્યું.” જાેકે ગૌતમ ગંભીર વિશે અશ્વિને આવું કેમ કહ્યું. તેના વિશે કહેવું થોડું મુશ્કેલ છે. આ પહેલા ગૌતમ ગંભીરે યુવરાજ સિંહ વિશે કહ્યું હતું કે તેને એટલી ક્રેડિટ નથી મળી.. ગૌતમ ગંભીરે ૨૦૦૭ના વર્લ્ડ કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન સામે ઓપનિંગ કરતી વખતે તેણે ૫૪ બોલમાં ૭૫ રન બનાવ્યા હતા. જેમાં ૮ ચોગ્ગા અને ૨ છગ્ગાનો સમાવેશ થાય છે. ગંભીરના કારણે જ ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે મોટો સ્કોર બનાવ્યો હતો.
ગૌતમ ગંભીરે ભારતને ૨૦૧૧નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગંભીરે વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં મુશ્કેલ પરિસ્થિતિઓમાં ૯૭ રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગ દરમિયાન ૯ ચોગ્ગા ફટકાર્યા હતા. ભારતે ફાઈનલ મેચમાં શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપ જીત્યો હતો. ગૌતમ ગંભીરના ક્રિકેટ કરિયરની વાત કરીએ તો તેણે ભારત માટે કુલ ૨૪૨ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન ૨૮૩ ઇનિંગ્સમાં તેને ૧૦૩૨૪ રન બનાવ્યા છે. ગંભીરના ટેસ્ટમાં ૪૧૫૪ રન, વન-ડેમાં ૫૨૩૮ અને ટી-૨૦ ક્રિકેટમાં ૯૩૨ રન છે.