*શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા*
ગુજરાતનું જગવિખ્યાત શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે શ્રીમદ ભાગવત જ્ઞાનસરિતા આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.2 થી 8 તારીખ સુધી અંબાજીની ધર્મ પ્રેમી જનતા કથા નો શ્રવણ કરી શકશે સમગ્ર આયોજન યાત્રાધામ અંબાજીમાં આવેલી સંસ્કૃત પાઠશાલા ખાતે કરવામાં આવ્યું છે. કથા નો પ્રારંભ તથા પહેલા અંબાજી મંદિર થી પોથી યાત્રા નીકાળવામાં આવી હતી જેમાં ઢોલ નગારા ડીજે સાથે કથા સ્થાને મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા ત્યારબાદ દીપ પ્રગટાવી કથાનો શુભારંભ કરવામાં આવ્યો હતો કથા નું સમગ્ર આયોજન દાંતા ના રાણા પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*