સુરતના ઓરણા ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ વિતરણ કરતા રાજ્ય શિક્ષણમંત્રી
સુરત, સંજીવ રાજપૂત: આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા વિતરણ કરવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી કામરેજ તાલુકા, સુરત જીલ્લા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ઓરણા ગામે નાગરિકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે આયોજીત આયુષ્યમાન ભવઃ કાર્યક્રમ અંતર્ગત લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ રાજ્ય શિક્ષણમંત્રીએ વિતરણ કર્યા હતા.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.૧૭ સપ્ટેમ્બર થી મહાત્મા ગાંધી જ્યંતી ૨ ઓક્ટોબર સુધીના આ “સેવા પખવાડિયા” માં ‘આયુષ્માન આપ કે દ્વાર’, ‘આયુષ્માન આરોગ્ય મેળો’ અને ‘આયુષ્માન સભા’ જેવા વિવિધ સ્વાસ્થ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અને રાજ્ય સરકાર જન-જનના આરોગ્યની જાળવણી કરી રહી છે તેવું તેઓના દ્વારા જણાવવામાં આવ્યું હતું.