Gujarat

પ્રવેશ સત્ર તા.૧  ઓગસ્ટ થી શરૂ થશે

જૂનાગઢ આઈ.ટી.આઈ મહિલામાં ઓગસ્ટ ૨૦૨૩ ના પ્રવેશ સત્રમાં ખાલી રહેતી બેઠકો ઉપર પ્રવેશ મેળવી શકાશે. પ્રવેશના ચોથા રાઉન્ડ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવવા તા.૨૩/૮/૨૦૨૩  થી તા. ૩૧/૮/૨૦૨૩ સુધી કાર્યવાહી કરવાની રહેશે. તેમજ પ્રવેશ સત્ર શરૂ તા.૧/૯/૨૦૨૩  થી શરૂ થશે.

રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની રાજ્યની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાજૂનાગઢ મહિલામાં કેટલાક વ્યવસાયોમાં પ્રવેશ સત્ર ઓગસ્ટ ૨૦૨૩ માં જૂજ બેઠકો ખાલી રહેલ છે. આથી પ્રવેશ લેવા ઈચ્છુક  ઉમેદવારો એ   ઉકત સંસ્થા ખાતેથી તેમજ ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન  https://itiadmission.gujarat.gov.in ઉપરથી નવીન ફોર્મ ભરીને સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોય તે સંસ્થા ખાતે રૂપિયા50 રજીસ્ટ્રેશન ફી સાથે જરૂરી પ્રમાણપત્રો  સહિત પરત જમા કરાવવાનું રહેશે. જે ઉમેદવારો એ  અગાઉ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરેલ હોય અને કોઈ કારણસર પ્રવેશ મેળવી શકેલ ન હોય તેવા ઉમેદવારો એ  અલગથી રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેતી નથી. તેઓએ ઓનલાઇન પ્રવેશ ફોર્મ, રજીસ્ટ્રેશન ની રસીદની ઝેરોક્ષ નકલ સહિત સંબંધીત સંસ્થાને અરજી કરવાની રહેશે.

 બેઠકો ભરવાની ચોથા રાઉન્ડ કાર્યવાહી સરકારી ઐાદ્યોગિક તાલીમ તાલીમ સંસ્થા જૂનાગઢ મહિલા ખાતે કરવામાં આવનાર છે. જેનો ઈચ્છુક  ઉમેદવારો એ     લાભ લેવા જૂનાગઢ મહિલા આઈટીઆઈ  ના આચાર્યની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *