સમાજના છેવાડાના અતિ અભાવગ્રસ્ત બાળકો માટે અગ્રેસર રહીને કાર્યરત પુસ્તક પરબના સહ સંયોજક કોકિલાબેન ચૌહાણ અને સંયોજક જુવાનસિંહ ચૌહાણ, રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકના સૌજન્યથી અછાલા શ્રેષ્ઠ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં 17 ઉપરાંત અનાથ બાળકોને બુટ અને શૈક્ષણિક કીટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
પંચમહાલ જિલ્લામાં અનાથ/ માતા/પિતામાંથી કોઈ એક ગુમાવનાર /અતિગરીબ બાળકો માટે હંમેશા અગ્રેસર રહીને કાર્ય કરતી પુસ્તક પરબ કેવડિયા દ્વારા બાળકો માટે આ માનવીય સહાયતા છોટાઉદેપુર જિલ્લા સુધી પહોંચી છે. પ્રવીણભાઈ પટેલીયા રાજ્ય શ્રેષ્ઠ શિક્ષકના માનવીય પ્રયાસોથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે સહાયતાની સરવાણી છોટાઉદેપુર જિલ્લામાં પહોંચાડવા બદલ અછાલા શાળા પરિવાર, વાલીઓ હર્ષ અને ગૌરવની લાગણી અનુભવે છે અને પુસ્તક પરબ કેવડિયાનો આભાર વ્યક્ત કરે છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


