Gujarat

    બોડેલીના મૂઢીયારી ગામેથી બારીવાળા જંગલ ભાગમાંથી દોઢ વર્ષના નર દીપડાનો મૃતદેહ મળી આવ્યો… બે દીપડા વચ્ચે પોતાના ઈલાકા ને લઈ વૉર થતા એકનું મોત નિપજ્યું હતુ…      

વન વિભાગના કર્મીઓને જાણ થતા ઘટના સ્થળે પહોંચી જઈ જરૂરી જવાબ પંચક્યાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી…
     આરએફઓ  દ્વારા પશુ ચિકિત્સક ને બોલાવી પેનલ પીએમ કરાવ્યું હતું
    વન વિભાગના અનુમાન અનુસાર બે દીપડાના ઝઘડામાં એક દીપડાનું મોત નિપજ્યું હતું
      મૃતક દીપડાના ચારે હાથ પગના નખ તથા મૂછો સહિતના અન્ય અવશેષો સલામત હોવાનું જાણવા મળ્યું હતું
         દીપડાને સ્થળ ઉપર જ પેનલ પીએમ કરાવી મૃતદેહને જબુગામ નર્સરી ખાતે લાવી એસીએફ કંચનભાઈ બારીયા ની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો
             બોડેલી તાલુકા ના મૂઢીયારી પંથકમાં બારીવાળા જંગલ ભાગમાં બે દીપડા વચ્ચે પોતાના ઇલાકા ને લઈ ઝગડો થયો હતો અને બે દીપડા પૈકી એક દોઢ વર્ષના અલમસ્ત દીપડા નુ મોત નીપજ્યા ના સમાચાર બોડેલી વન વિભાગને મળતા બોડેલી વન વિભાગના RFO અનિલભાઈ રાઠવાને થતાં તેઓ એ સમગ્ર મામલે છોટાઉદેપુર DFO વી એમ દેસાઇને જાણ કરી  તેઓ ની સુચના અને માર્ગદર્શન હેઠળ બોડેલી આરએફઓ અનિલભાઈ રાઠવા,ફોરેસ્ટર રતનભાઇ રાઠવા તેમજ બીટગાર્ડ ભરતભાઈ રાઠવા, સહિત નો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી
      વન વિભાગ દ્રારા સ્થળ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે અન્ય દીપડાના પગલા ફૂટમાર્ક જોવા મળતા અને આસપાસની જમીનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં દીપડાના પગલા દેખાતા અનુમાન લગાવવામાં આવ્યું હતું કે મૃત્યુ પામેલા દીપડાને અન્ય દીપડાએ જ મોતને ઘાટ ઉતાર્યો હતો ઘટના સ્થળ પર જરૂરી જવાબ પંચકસ કરી પશુ ચિકિત્સક ને બોલાવી ધટના સ્થળે પેનલ પીએમ કરાવી મૃતક દીપડાને જબુગામ નર્સરી ખાતે લઈ જઈ એસીએફ કંચનભાઈ બારીયા ની ઉપસ્થિતિમાં દીપડાને અગ્નિદાહ આપવામાં આવ્યો હતો
      મુઢીયારી પંથકમાં ગીચ જંગલ વિસ્તાર હોઈ તથા જાંબુઘોડા અભ્યારણ્ય વિસ્તાર ને અડી ને આવેલો હોઈ આ સ્થળે દીપડાઓની અવરજવર મોટા પ્રમાણમાં જોવા મળી આવે છે જેથી મૃત્યુ પામનાર દીપડો અન્ય વિસ્તારનો છે કે પછી જે સ્થળે મોતની ભેટ્યો તે વિસ્તારનો છે તે કહેવું મુશ્કેલ છે પરંતુ આ દીપડાને મોતને ઘાટ ઉતારનાર અન્ય દિપડો કે દીપડી આના કરતા બમણી તાકાત ધરાવતો હોય તેવુ અનુમાન લગાવવામાં આવ્યું હતું
     મૂળયારી ગામના બારીવાળા જંગલ ભાગમાં દીપડાનો મૃતદેહ મળ્યો હતો જે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બે દીપડા વચ્ચે પોતાના એરિયા ને લઈ ઝઘડો થયો હોય દોઢ વર્ષના નર દીપડાનું મોત નીપજ્યું હતું આ સ્થળ ઉપર તપાસ કરતા તે સ્થળે બે દીપડા બાખડયા હોય તેવા અલગ અલગ નાના મોટી ફુટમાર્ક પગલા જોવા મળ્યા હતા તેના ઉપરથી અનુમાન લગાવવામાં આવ્યું હતું કે એક દીપડો મોટા પગ વાળો હોય તે વધુ તાકાતવર હોઇ તેણે આ દોઢ વર્ષના દીપડાનું હતું જંગલ ભાગમાં પોતાના વિસ્તારને લઈ વન્ય પ્રાણીઓ વચ્ચે અવારનવાર આવા હિંસક ઝઘડાઓ થતા હોય છે અને તેમાં કેટલાક વિસ્તાર છોડી ભાગી જતા હોય છે તો કેટલાક બનાવવામાં દીપડાઓ પોતાની જગ્યા છોડવા તૈયાર ન હોઈ એકબીજા સાથે ખૂબ લડાઈ કરે છે અને બે દીપડાની લડાઈમાં વધુ તાકાતવર અને ઉંમરમાં મોટો હોય તેઓ દીપડો અન્ય દીપડાને મારી નાખે છે કાં તો ગંભીર ઈજાઓ પહોંચાડે છે….. બોડેલી આરએફઓ
                              Box
     વન વિભાગ દ્વારા દીપડાના હાથપગ ના નખ તેમજ મૂછો સલામત હોવાનું જણાવ્યું હતું અને તેની વિડીયો ગ્રાફી પણ કરવામાં આવી હતી દીપડાના મુદ્દે ને સ્થળ ઉપર પીએમ કરાવી જબુગામ નર્સરી ખાતે લાવી એસીએફ  ની ઉપસ્થિતિમાં અગ્નિદાહ આપવામાં આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230629-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *