Gujarat

બોડેલીમાં ધોધમાર વરસાદ અલીપુરાની સાધના નગર સોસાયટી સહિત અનેક સોસાયટીઓમાં ભરાયા  પાણી

આજે વહેલી સવારથી જ બોડેલી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો બોડેલીના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા ના બનાવ જોવા મળ્યા હતા બોડેલી ઘરનાળામાં પાણી ભરાયા હતા બોડેલીની અલીપુરા ની સાધના નગર સોસાયટી રામનગર સોસાયટી ગોપાલ ટોકીઝ એરીયા અલીપુરા ની ફતેનગર બોડેલીની પટેલ કમ્પાઉન્ડ જેવી અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જેને લઈને સુસાયટીઓના રહીશોને હાલાકી ભોગાવો નો વારો આવ્યો હતો ઉલ્લેખનીય છે કે આજથી એક વર્ષ પહેલા ગઈ ચોમાસામાં એક જ દિવસમાં બોડેલી શહેરમાં 22 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને સમગ્ર બોડેલી નગરમાં પાણી પાણી જોવા મળ્યું હતું રજાનગર ઠોકલીયા જેવા વિસ્તારોમાં મકાનોમાં પાણી ભરાયા હતા લોકોનું સ્થળાંતર કર્યું હતું બોડેલી માંથી પસાર થતી હરકલી કોતરનું પાણી બોડેલીના અનેક વિસ્તારોમાં ઘૂસી ગયું હતું જેને લઇને લોકોના મકાનોમાં પાણી ફરી વળ્યા હતા ત્યારે આજે વરસાદ પડ્યો ત્યારે બોડેલી અલીપુરા વિસ્તારની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા અને એ વિસ્તારના રહીશોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230629-WA0127.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *