Gujarat

નાગનેશ ગામે દિપડાએ ધામા નાખતા વનવિભાગ આવ્યુ હરકતમાં

રાણપુર તાલુકાના નાગનેશ ગામે દિપડો દેખાતા લોકોમાં ભયઃદિપડાને પકડવા વનવિભાગે પાંજરા ગોઠવ્યા..
દિપડાએ બે વાછડી ઉપર હુમલો કરતા આર.એફ.ઓ.સહીતના વન વિભાગના અધિકારીઓ નાગનેશ દોડી આવ્યા….
બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે બે દિવસ પહેલા રાત્રે હિંસક પ્રાણી દ્વારા બે વાછડી ઉપર હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો હતો તો કેટલાક લોકો એવુ પણ કહી રહ્યા હતા કે દિપડો દેખાયો હતો અને બે વાછરડી ઉપર હુમલો કર્યો હતો. જ્યારે એકાએક દિપડાએ દેખા દેતા નાગનેશ ગામના લોકોમાં અને ખેડુતો માં ભય ફેલાયો છે. ત્યારે દિપડો દેખાયાની વાતને લઈને રાણપુર વનવિભાગ હરકતમાં આવ્યું છે. વનવિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દિપડાને પકડવા શોઘખોળ હાથ ધરી છે. તેમજ આજે નાગનેશ ગામની સીમમાં પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તો લોકોએ સાવચેત રહેવા વનવિભાગે લોકોને અપીલ કરી છે.રાણપુર તાલુકાના નાગનેશ ગામે રાત્રીના સમયે બે વાછડી ઉપર હિંસક પ્રાણીએ હુમલો કરતા લોકોમાં ભય ફેલાયો હતો. બે વર્ષની બે વાછડી ઉપર હિંસક પ્રાણી એ હુમલો કરતા પંજાના નિશાન પણ મળી આવ્યા હતા. આ બાબતે રાણપુર વનવિભાગે જણાવ્યુ હતું કે, હિંસક પ્રાણીએ ગત 15 ડિસેમ્બરે મોડી રાત્રે રાત્રે નાગનેશ ગામે બે વાછડી ઉપર હુમલો કર્યો છે. એ દીપડો પણ હોઈ શકે છે.
ત્યારે દિપડો હોવાની વાતને લઈને લોકોમાં ભય ફેલાયો હતો.નાગનેશ ગામે દિપડા ના પગ ના પંજા ના નિશાન દેખાયા છે ત્યારે રાણપુર વનવિભાગ હરકતમાં આવ્યું છે અને આર.એફ.ઓ-વી.જી.ચૌધરી,વનપાલ એમ.જે.પરમાર,એ.પી.પરમાર,વનરક્ષક પી.આર.પાઠક સહીતના અધિકારીઓએ દિપડાની શોધખોળ હાથ ધરી છે.તેમજ નાગનેશ ગામની સીમ વિસ્તારમાં વનવિભાગ દ્વારા પાંજરા ગોઠવવામાં આવ્યા છે. તેમજ લોકોએ સાવચેત રહેવા રાણપુર વનવિભાગ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.નાગનેશ ગામે બે દિવસથી દિપડો દેખાયો હોવાથી લોકોમાં ભારે ફફડાટ ફેલાયો છે અને લોકોમાં ભય ફેલાયો છે. દિપડો દેખાતા વનવિભાગને જાણ કરવામાં આવતા વનવિભાગે તપાસ કરી છે. તેમજ દિપડાએ ગામ બે વાછરડી ઉપર હુમલો પણ કર્યો હતો. આજે રાણપુર વનવિભાગ દ્વારા દિપડાને પકડવા આજે પાંજરા ગોઠવેલા છે. ત્યારે લોકોએ આ રસ્તા પર અવર-જવર ન કરવી તેમજ લોકોએ સાવચેત રહેવા નાગનેશ ગામના સરપંચ સુરૂભા ઝાલાએ અપીલ કરી છે.

IMG-20231217-WA0086.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *