Gujarat

વક્ત વક્ત કી બાત હૈ. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
સમય સમયની વાત છે. જે સાયકલ લઇને શાળાએ જતાં એ સમય પણ આ ક્ષણોની સાક્ષી પૂરે છે. સુખદુઃખના સમયે વગર પેટ્રોલે આ દ્વિચક્રી વાહન ચાલતું.. હા, થોડાં પેડલ લગાવો એટલે બેડો પાર.. આજે  ભંગાર જેવી હાલત જોઈને થાય છે કે સમય અને સંજોગો મુજબ વ્યક્તિએ પણ પોતાની વિચારધારાને માંજવી પડે છે નહિતર કટાઈ ગયેલી આ સાયકલની માફક ભંગાર જેવી હાલત થઈ જાય. સમય પ્રમાણે ચાલવું એ જ સૂત્રસાર છે. જનરેશન ગેપ એટલે બીજું કશું નહીં પરંતુ વિચારધારાનું કટાવું….સમય પ્રમાણે વિચારોને પણ અપડેટ કરવા એ જ સંક્ષિપ્ત સાર છે.

20230830_121033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *