*નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું દૂધ અતિ આવશ્યક હોય છે*
દર વર્ષે તા. ૧ થી ૭ ઓગસ્ટ વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. બાળકના જન્મના પ્રથમ કલાકથી છ માસ સુધી નવજાત બાળકને જન્મના એક કલાકમાં માતાનું પહેલું ઘટ્ટ પીળું દૂધ અતિ આવશ્યક હોય છે જે નવજાત શિશુને રોગ પ્રતિકારક શક્તિ આપે છે. બાળકને છ માસ સુધી ફક્ત માતાનું ધાવણ જ આપવું જોઈએ. છ માસ પૂરા થતાં તરત જ સ્તનપાનની સાથે ઉપલબ્ધ પૌષ્ટિક નરમ અને પોચા ખોરાકની શરૂઆત કરવી જોઈએ ઉદ્દેશ સાથે આજ રોજઘટક – દાંતા-૨ સીડીપીઓશ્રીના માર્ગદર્શન હેઠળનાં અંબાજી ૧ અને ૮ કેન્દ્રમાં સી. ડી.પી. ઓ.મેડમ રંજનબેન વ્યાસ ,મુખ્ય સેવિકા બહેન જયશ્રીબેન સુથાર તથા બ્લોક-ઓર્ડીનેટર અમૂલ ભાઈ સોલંકી અને કાર્યકર બહેનો દ્વારા લાભાર્થી ગુહ મુલાકાત કરીને અને મીટીંગ કરીને સ્તનપાન સપ્તાહ થીમ આધારિત ઉજવણી કરવામાં આવી
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


