મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ તાલુકાના ફાગવેલ ગામનાં રહીશો દ્વારા જિલ્લા કલેકટર ને ફાગવેલ ગામમાં આવેલ પટેલ ફળિયામાંથી વાળંદ ફળિયામાં અવરજવર કરવાના રસ્તા માં દબાણ બાબતે આવવા જવાની તકલીફ પડે છે તેવી રજુઆત કરતો આવેદનપત્ર આપવામાં આવ્યો.વધુ આવેદનપત્ર માં જણાવ્યા અનુસાર સ્થળ તપાસ કરવામાં આવે તેમજ પટેલ ફળિયામાંથી વાળંદ ફળિયામાં અવરજવરનો રસ્તો ખુલ્લો કરી આપવામાં આવે તેવો ઉલ્લેખ આવેદનપત્ર માં કરવામાં આવ્યો છે.


