Gujarat

અડાલજમાં ચૂંટણીની અદાવતમાં બે જુથો એકબીજા પર ધારીયા – લાકડીઓ વડે તૂટી પડ્યા

ગાંધીનગર
ગાંધીનગરના અડાલજ ગામમાં ચૂંટણીની અદાવતમાં ૧૩ લોકોના ટોળાએ એકબીજા ઉપર ધારીયા અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કર્યો હતો. જેથી ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. આ મામલે અડાલજ પોલીસે બંને પક્ષે સામસામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. અડાલજના ન્યુ આંબેડકર વાસમાં રહેતા રમેશભાઈ આત્મારામ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ બપોરના તેમનો દિકરો મેહુલ તથા પરીવારના બીજા માણસો ધાબા ઉપર પતંગ ચગાવતા હતા તે વખતે રમેશભાઈ ઘરની બહાર આંગણામાં ઉભા હતા. ત્યારે બીજાે દિકરો પ્રિયરાજ પાણીની ટાંકી બાજુથી દોડતો દોડતો આવી ઘરમાં ઘૂસી ગયો હતો. જેની પાછળ મહોલ્લામાં રહેતાં નગીનભાઇ મોહનભાઇ પરમાર, નરોતમભાઇ મોહનભાઇ પરમાર, દીપકભાઇ નગીનભાઇ પરમાર, ગૌરાંગ નગીનભાઇ પરમાર, જનક મહેશભાઇ અડાલજા, નિલેશ મહેશભાઇ અડાલજા અને તરુણ ઉર્ફે ભોલો રમણભાઇ પરમાર ધારીયા – લાકડીઓ લઈને આવેલા હતા. જેમણે ચૂંટણીની અદાવત રાખી ઘાતકી હુમલો કરી દીધો હતો. જેમાં રમેશ ભાઇને માથામાં અને શરીરે ધારીયાનાં ઘા વાગ્યા હતા. બાદમાં ઉક્ત ઈસમોએ રમેશભાઈને નીચે પાડી લાકડીઓ અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનાને પગલે તેમણે બૂમો પાડતાં તેમના પત્ની મંજુલાબેન, દીકરા મેહુલ અને પ્રિયરાજ, અને પુત્રવધૂ રીન્કુ દોડી આવ્યા હતા. જેઓને પણ બધા ભેગા મળીને લાકડી લઈ ફરી વળ્યા હતા. આ ઝગડામાં રીન્કુનો સોનાનો દોરો તૂટીને ક્યાંક પડી ગયો હતો. જ્યારે સામે પક્ષે જનક મહેશભાઇ અડાલજા ફરિયાદ નોંધાવી છે કે, પરિવાર સાથે જમી પરવારીને ઘરે બધા વાતો કરતાં હતાં. એ દરમિયાન પ્રિયરાજ ઉર્ફે પિન્ટુ રમેશભાઇ પરમાર તથા જીતેન રાજેન્દ્રભાઇ પરમાર ત્યાંથી ચાલતાં નીકળ્યા હતા અને જુની અદાવત રાખી ગાળો બોલી એકદમ ઉશ્કેરાઈ જઈ માથાકૂટ કરવા લાગ્યા હતા. બાદમાં રમેશભાઇ આત્મારામ પરમાર, રાજેન્દ્ર ડાહ્યાભાઇ પરમાર, મેહુલ રમેશભાઇ પરમાર તથા કરણ નરોતમભાઇ પરમાર દોડી ધારીયા – લાકડીઓ વડે હૂમલો કર્યો હતો.

File-01-Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *