આજરોજ તારીખ 21 3 2023 ના રોજ કુકાવાવ મુકામે શ્રી કુકાવાવ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લિમિટેડમા સંઘના ચેરમેન રવજીભાઈ પાનસુરીયા ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સહકારી પરિષદ ની મીટીંગ રાખવામા આવેલ જેમા એરીયા મેનેજર રામાણીભાઈ ગુજકોમાસલ માથી કીકાણીભાઈ ઇફકોના ડેલિગેટ રવજીભાઈ પાઘડાળ અને લાખાભાઈ પદમાણી સંઘના મેનેજર રણછોડભાઈ દેસાઈ કુકાવાવ બગસરા તાલુકામાથી ઉપસ્થિત મંડળીના પ્રમુખ મંત્રીશ્રીઓ સહકારી આગેવાનો વિનુભાઈ દેસાઈ મનીષભાઈ ભેસાણીયા હર્ષદભાઈ મહેતા કલ્પેશભાઈ રાદડિયા સહકારી આગેવાનો બહોળી સંખ્યામા ઉપસ્થિત રહેલ ઇફકોના એરીયા મેનેજર રામાણીભાઈ એ નેનો યુરીયા તેમજ ઇફકો ના ખાતર બિયારણ લેવા અંગે અને શુ ફાયદા થાય તે અંગે વિગતવાર ચર્ચા કરેલ કિકાણીભાઈએ ખાતર અને દવા વિશે વિગતવાર ચર્ચા કરેલ સંઘ ના મેનેજરે સહકારી સંસ્થામાથી ખાતર બિયારણ ખરીદવા ભાર મુકેલ સંઘના પ્રમુખ રવજીભાઈ પાનસુરીયા એ સંઘ અને મંડળીમાથી ખાતર બિયારણ ની ખરીદી કરજો જેમા વ્યાજબી ભાવ અને સ્ટાન્ડર્ડ માલ મળશે અને જેથી ગ્રાહકો છેતરાશે નહી આપ સર્વે ના સહકારથી આ સંઘમા ખૂબ જ વિકાસ કરેલ છે જેમા આ વિસ્તારના માજી સાંસદ અને માજી ધારાસભ્ય અને સંઘ ડાયરેક્ટર વીરજીભાઈ ઠુમર નુ ખૂબ જ યોગદાન છે


