પોઝિટિવ પ્રકાશ અભિયાન અંતર્ગત એક યાત્રા સ્વીકાર ઔર સન્માન કી ઓર અને સબકો અપનાવો માનવતા બઢાઓ ના સ્લોગન સાથે પ્રકાશ ડાભી કે જેઓ પોતે એડવોકેટ, સોશ્યલ વર્કર અને મોટીવેશનલ સ્પીકર છે તેઓ 2000 km થી વધુ સાયકલ યાત્રા દ્વારા જાગૃતિ અભિયાન નું કાર્ય કરે છે તેઓ ભાવનગર જિલ્લાના ઉમરાળા થી 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસના દિવસે પ્રસ્થાન કરેલું ત્યાં થી ગાંધી આશ્રમ અમદાવાદ થઈ દાંડી અને દાંડી થી સમગ્ર દક્ષિણ ગૂજરાતમાં માનવતા અને મુલ્ય લક્ષી શિક્ષણ નાં વિષયે વિદ્યાર્થીઓ અને લોકો સાથે સંવાદ કરે છે અત્યાર સુધીમાં 90 થી વધુ શાળા કોલેજોમાં 14000 હજર થી વધુ લોકો અને વિદ્યાર્થી ઓ સાથે સંવાદ કરતા કરતા આજ રોજ 2000km થી વધુ નું અંતર કાપી છોટાઉદેપુર મુકામે સાયકલ યાત્રા નું આગમન થયેલું તેમના અનુભવો મુજબ આધુનિક સમાજ માં જાતિ જ્ઞાતિ અને ધર્મ આધારે ભેદભાવો જોવા મળે છે આવા સમુદાયો આ ભેદભાવ નો સતત ભોગ બને છે તેમજ અન્ય પીડિત લોકો પણ અનેક ભેદભાવો અને તિરસ્કારનો સામનો કરે છે આ સમસ્યા ઓ સમાજ માં જોવા મળે છે કારણ કે તેઓ પોતે પણ આ જાતિગત અને માનસિક ભેદભાવો નો ભોગ બનેલા છે તેથી તેમને એક વાર આત્મ હત્યાનો પ્રયાસ પણ કરેલો છે તો તેમના અનુભવો અને એવા દરેક સમુદાયો ની વેદના ને વાંચા આપવા નાં ભાગ રૂપે આ યાત્રા દ્વારા દરેક લોકો નો કોઈ ભેદભાવ વગર માત્ર એક માણસ તરીકે સ્વીકાર થાય તે હેતુ એ અને મહાત્મા ગાંધી,વિનોબા અને ડૉ.બાબા સાહેબ આંબેડકર ના વિચારો ને લોકો અને યુવાનોમાં પ્રચાર અને પ્રસાર કરવાનો એક નમ્ર પ્રયાસ કરે છે પ્રકાશ ડાભી એ તેમની યાત્રા નાં 97 માં દિવસ છોટા ઉદેપુર નાં મહારાણી તનવીર જી અને મહારાજા જય પ્રતાપસિંહ ની મુલાકાત કરી હતી.અહી મહેલ માં રાજા અને રાણી દ્વારા તેમનું ઉમળકા ભેર સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ મહારાજા અને મહારાણી એ તેમના આ ઉદેશ્ય ને બિરદાવી આગળ ની યાત્રા અને ભવિષ્ય માટે અંતર થી શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


