કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવાસિયા સ્વાગત કાર્યક્રમના માધ્યમથી લોકોના રૂબરૂ પ્રશ્નો સાંભળી તેનો સકારાત્મક લાવી રહ્યા છે. જૂનાગઢ શહેરના સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ જનપ્રશ્નોનો ઉકેલ સંદર્ભે માર્ગદર્શન આપવાની સાથે જરૂરિયાતમંદોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળી રહી તે માટે ખેવના પણ લઈ રહ્યા છે. તેમજ આ કાર્યક્રમના માધ્યમથી અરજદારોને સહાયના હુકમ આપી દીકરી-દીકરોઓને ભણાવી-ગણાવી સક્ષમ બનાવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી.
જૂનાગઢ શહેરના તાલુકા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં જુદા-જુદા સંબંધિત વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં રજૂ થયેલા તમામ ૧૪ પ્રશ્નોનું સકારાત્મક નિવારણ થયું હતું.
ઉપરાંત કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કેન્દ્ર રાજ્ય-સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ મેળવવાની પાત્રતા ધરાવતા એક પણ લાભાર્થી વંચિત ન રહે તે માટે સર્વે હાથ ધરવા નિર્દેશ હતાં. સાથે જ લોકોને આ યોજનાનો સરળતાથી લાભ મળી રહે તે માટે કેમ્પ યોજવા માટે પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. આમ, વહીવટી તંત્ર સામેથી જરૂરિયાતમંદ લોકોને સરકારી યોજનાઓનો લાભ આપે તે માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી.
જૂનાગઢ તાલુકા સેવા સદન ખાતે આયોજિત આ કાર્યક્રમાં પ્રાંત અધિકારી શ્રી ભૂમિબેન કેશવાલા મામલતદારશ્રી સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.


