મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના રાજનગર ખાતે કલેકટર કે.એલ.બચાણીના અધ્યક્ષ સ્થાને ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ રાત્રીસભા યોજાઈ હતી. કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા ગ્રામ જનોના પ્રશ્ર્નો સાંભળવામાં આવ્યા.અને ખાતાના સંલન્ગ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
આ સભામાં તાલુકા કક્ષાના તમામ વિભાગના અધિકારીઓ દ્વારા તેમના વિભાગને લગતી યોજનાકીય સહાય અંગે જરૂરી જાગૃતિ ફેલાય તે માટે પેમ્ફલેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલેકટરશ્રી દ્વારા લાભાર્થીઓ ને રેશનકાર્ડ, ખેતીવાડી વિભાગની યોજનાઓ અંતર્ગત હુકમ તથા વૃદ્ધ સહાય, વિધવા સહાય હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું અને શાળાના બાળકોને સ્ટેશનરી કીટ તથા આંગણવાડીના બાળકો માટે પોષણ કીટ આપવામાં આવી હતી.
આ સભામાં કલેકટર કે.એલ.બચાણી રાજપુર ગામના સરપંચ ,મામલતદાર જેમિનીબેન ગઢીયા તેમજ તાલુકા વિકાસ અધિકારી અને ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા


