Gujarat

કેશોદમાં નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણ કાર્યક્રમ યોજાયો 

અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડા યુએસએના આર્થિક સહયોગથી ભારત વિકાસ પરિષદ કેશોદ દ્વારા કેશોદની લોહાણા મહાજન વાડીમાં
 નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ તથા વીલ ચેર વિતરણનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ભારત વિકાસ પરિષદ કેશોદ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે જેના એક ભાગરૂપે  અર્પણ ફાઉન્ડેશન તથા નગીનભાઈ જગડાના આર્થિક સહયોગથી નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતુ   કેમ્પમાં  જરૂરિયાત મંદ દિવ્યાંગ લોકોને પગ માટે કેલીપર હાથ બનાવી આપવો વિલ ચેર તેમજ ટ્રાય શીકલનું વિતરણ નિશુલ્ક કરવામાં આવ્યું હતું
આ દિવ્યાંગ કેમ્પ કેશોદ લોહાણા મહાજન વાડી શરદ ચોક હવેલીની બાજુમાં રાખવામાં આવેલ હતો આ કેમ્પમાં દર્દીઓને ડોક્ટર્સ દ્વારા ચેકઅપ કરી કૃત્રિમ હાથ પગ માપણી લેવામાં આવી હતી
કેમ્પમાં આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓને સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. ભુપેન્દ્રભાઈ જોષીએ કર્યું હતું
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20230101-WA0119.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *