Gujarat

ગાંધીનગરમાં પુન્દ્રાસણથી કારમાંથી વિદેશી દારૂનો રૂ. ૪.૧૯ લાખના મુદ્દામાલ સાથે LCB પોલીસે બેની ધરપકડ

ગાંધીનગર
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમે પૂર્વ બાતમીના આધારે વોચ ગોઠવીને પુન્દ્રાસણ ચાર રસ્તાથી ઉવારસદ તરફ રોડ પરથી બ્રેઝા કારમાંથી વિદેશી દારૂની ૬૪૮ નંગ બોટલો સાથે બે ઈસમોની ધરપકડ કરી છે. તેમજ તેમની પાસેથી કુલ રૂ. ૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીનગર જિલ્લામાં અંદર ખાને છૂટથી ચાલતી દેશી વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓની વચ્ચે લોકલ ક્રાઇમ બ્રાંચનાં પીઆઈ દિવાનસિંહ વાળાની ટીમે પુન્દ્રાસણ – ઉવારસદ રોડ પરથી કારમાંથી વિદેશી દારૂની હેરફેરનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે. એસીબીની ટીમ ગાંધીનગર ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી એ દરમિયાન બાતમી મળી હતી કે, કલોલથી પુન્દ્રાસણ ચોકડી થઈ ઉવારસદ તરફથી નંબર પ્લેટ વિનાની કારમાં વિદેશી દારૂનો જથ્થાની હેરફેર થવાની છે. જે બાતમીના આધારે એલસીબીએ બાતમી વાળી જગ્યાએ વોચ ગોઠવી દીધી હતી. બાદમાં બાતમી મુજબની કાર દૂરથી દેખાતાં ઈશારો કરીને કોર્ડન કરી રોકી દેવામાં આવી હતી. જેમાં ડ્રાઇવર સીટ ઉપર બેઠેલા ઈસમે પોતાનું નામ સવારામ લાદારામ ચૌધરી (રહે. જાેલપુર ગામ, બારીવાસ, શિરોહી રાજસ્થાન) તેમજ તેની બાજુ સીટમાં બેઠેલા ઈસમે પોતાનું નામ પ્રદીપભાઇ ચંદુભાઇ રાવળ (રહે. ભુંડાસણ ગામ તા.કડી જી.મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. એલસીબીની ટીમે ગાડીની તલાસી લેતાં પાછળની સીટમાંથી રૂ. ૧ લાખ ૨૪ હજાર ૨૬૪ ની કિંમતનો વિદેશી દારૂ – બિયરની ૬૪૮ બોટલો મળી આવી હતી. જેનાં પગલે બંને ઈસમોની કડકાઈથી પૂછતાંછ કરતાં સવારામ ચૌધરીએ કબૂલાત કરેલી કે દાંતીવાડા કોલોની પાસેથી એક ઇસમે ગાડીમાં દારૂ ભરી આપ્યો હતો. જે લઈને કલોલ છત્રાલ બ્રિજ નીચે જઈને ઉભા રહેવાનું હતું. જ્યાં તેનો માણસ ગાડી જાેઈને આવી જશે. અને તે કહે ત્યાં દારૂનો જથ્થો ઉતારી દેવાનો હતો. આથી તે ગાડી લઈને ઉક્ત સ્થળે ગયો હતો અને ગાડી ઉભી રાખતાં પ્રદીપ રાવળ આવીને બેસી ગયો હતો. જેનાં કહેવા મુજબ કલોલથી પુન્દ્રાસણ થઇ ઉવારસદ તરફ ગાડી લઈને નીકળ્યા હતા. જ્યારે પ્રદિપે કબૂલાત કરેલી કે, તે છૂટક દારૂનો ધંધો કરે છે. અને દારૂ લેવા માટે તપાસ કરતા દાંતીવાડાથી ગાડીમાં દારૂનો જથ્થો નિકળ્યો હોવાની જાણ થઈ હતી. આ જથ્થો છત્રાલથી પુન્દ્રાસણ થઇ ઉવારસદ તરફના રોડ ઉપર આવેલ બળીયાદેવના મંદિર પાસે લઇ જવાનો છે. જ્યાં એક કાળા કલરના શર્ટ વાળા ઈસમને આપવાનો હતો. જેથી પોતે ગાડીમાં બેસી ગયો હતો. જેનાં પગલે એલસીબીએ દારૂનો જથ્થો, કાર, મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૪.૧૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરી બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Page-25.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *