ગીરગઢડા જુડવડલી ગામે વાસ્મો યોજના હેઠળ લોકોને કનેક્શન આપેલ હોય આ પાણીની પાઇપ લાઇનનું કનેક્શનમાં ભંગાણ થતાં
છેલ્લા એક માસથી રસ્તા પર પાણી ફળી વળતા આજુબાજુમાં રહેતા લોકો તેમજ શાળાના છાત્રોને પાણીજન્ય રોગોની ભીતી
સેવાય રહી હોય આથી આ પાણીની પાઇપ લાઇનને રીપેરીંગ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.
જુડવડલી ગામે વાસ્મો યોજના હેઠળ ગામમાં લોકોને પાણી કનેક્શન હોય પ્રાથમિક શાળાની બાજુમાં પાણીની લાઇનમાં ભંગાણ
થતાં પાણી બહાર રસ્તા પર ફળી વળ્યા હતા. પાઇપ લાઇન તૂટે એક મહિના જેટલો સમય થયેલ હોવા છતાં ગ્રામ પંચાયત દ્રારા આ
પાઇપ લાઇનને રીપેરીંગ કરવામાં ન આવતા ગામ લોકોમાં ભારે રોષ ફેલાયેલ હોય તેમજ આ વિસ્તારમાં રહેણાંક મકાનો આવેલા છે
તેમજ બાજુમાં પ્રાથમિક શાળા પણ આવેલી છે. જેથી આ પાણી રસ્તા પર ભરાવાના કારણે પાણી જન્ય રોગચાળો વકરવાની ભીતિ
સેવાઈ રહી છે. શાળા પણ બાજુમાં આવેલી હોવાથી બાળકોનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. આથી આ વાસ્મો યોજના હેઠળ થયેલ
કામમાં ભ્રષ્ટાચાર થયેલ હોવાનો આક્ષેપ પણ ગ્રામજનોમાં થઇ રહ્યો છે. આથી છાત્રો અને લોકોના આરોગ્યને ધ્યાને રાખી પંચાયત
દ્રારા તાત્કાલીક પાણીની પાઇપ લાઇન રીપેરીંગ કરવા ગ્રામજનોની માંગણી ઉઠવા પામેલ છે.


