Gujarat

ઘુડખર અભ્યારણ ફોરેસ્ટનાં RFO ચેતનગીરી ગોસ્વામી 17 હજારની લાંચ લેતાં ACB નાં છટકામાં ઝડપાયા

(તુંડ મિજાજ સાથે સ્ટાફ અને અગરિયાઓ ઉપર રોફ જમાવવા માટે બદનામ હોવાની વિગતો)
(ફોરેસ્ટ આમ નાગરિક માટે પહેલી સમાન વિભાગ)
(ફોરેસ્ટનાં કાયદા અને લોકોની અજ્ઞાનતા વિભાગના અધિકારી માટે આશીર્વાદરૂપ)
ધ્રાંગધ્રા :
પ્રજાનો સેવક જયારે લાલચી બને તયારે તેં પ્રજાનો જ ભક્ષક બનતો હોય છે પણ અતિ ની ગતિ નહિ કહેવત મુજબ ક્યારેક આવા ભ્રસ્ટ્રાચારીઓને પણ લપડાક પડતી હોય છે. ધ્રાંગધ્રા ઘુડખર રેન્જ ફોરેસ્ટનાં આર એફ ઓ સી બી ગોસ્વામી 17 હજાર રૂપિયાની લાંચ લેતાં ઝડપી પાડવામાં આવ્યા હતા. ફરિયાદ હકીક્ત મુજબ પાટડી રણ વિસ્તારમાં ગેરકાયદેસર ખનન કરતા હિટાચીને આર એફ ઓ દ્વારા પકડવામાં આવ્યું હતું જેને મુક્ત કરવા રૂપિયા 75 હજારની લાંચ ચેતનગીરી ગોસ્વામી તરફથી કરવામાં આવી હતી જેમાં જાગૃત ફરિયાદી દ્વારા 50 હજાર રૂપિયા ચૂકવી બાકીના પૈસા આપતી વખતે ACB નો સફળ ટ્રેપ ગોઠવ્યો હતો. રાજકોટ ગ્રામ્યનાં પી આઈ સોલન્કી સહીત તેમની ટિમ દ્વારા આર એફ ઓ સી બી ગોસ્વામીને 17 હજાર લેતાં રૂબરૂમાં પકડી પાડ્યા હતા. જો કે ગોસ્વામી રણ વિસ્તારના ગરીબ અગરિયાઓને પણ બક્ષતા નહિ હોવાના આક્ષેપ અગરિયાઓનાં પ્રતિનિધિએ જણાવ્યા હતા તયારે એક વાત ચોક્કસ છે કે ફોરેસ્ટ વિભાગ લોકોની સમજણ થી અલાયદો હોવા સાથે જંગલનાં કાયદાનો ઉપયોગ અધિકારીઓ મોટા પાયે ભ્રસ્ટ્રાચાર કરવામાં કરે છે. ફોરેસ્ટ નું જ વિભાગીય વિજિલન્સ આજ સુધીમાં ભ્રસ્ટ્રાચારનો દાખલો બેસાડતો એક કેસ નથી બતાડી શક્યું જે પણ ગંભીર પ્રશ્ન સમાન છે.

Screenshot_2023-03-20-20-19-49-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *