સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
અત્યારે ચકલીને રહેવા માટે ક્યાંય અનુકૂળ જગ્યા નથી . મોટા મોટા શહેરોમાં અને ઊંચી ઈમારતમાં પણ ચકલી પોતાનો આશરો ગોતે છે. આંબરડી પ્રાથમિક શાળામાં ચકલી બચાવો અભિયાન અંતર્ગત દરેક બાળકોને ચકલીનાં માળા જાતે જ બનાવવાની એક્ટિવિટી કરાવવામાં આવી. દરેક બાળકોએ પોતાની ધરે પણ એક એક ચકલીનો માળો બાંધીને શાળામાં પણ ચકલીનાં માળા લગાવવામાં આવ્યા. દરેક માળામાં ચકલીઓએ પોતાના માળામાં આશરો મેળવ્યો છે.


