છોટાઉદેપુર નગરપાલિકા એ જિલ્લાની એકમાત્ર નગરપાલિકા છે ,પાલિકામાં હાલ વહીવટદાર દ્વારા પાલિકાનું સંચાલન કરવામાં આવી રહ્યું છે,વર્ષ 2022-23 અને તે પૂર્વેના વર્ષના બાકી વેરા માટે સરકાર દ્વારા વ્યાજમાફી સહિતની પ્રોત્સાહન યોજનાઓ અમલમાં મુકવામાં આવી હતી,જેનો કેટલાક નાગરિકોએ લાભ લીધો છતાંય હજુપણ પાલિકામાં રૂપિયા બે કરોડ ઉપરાંત રકમની વેરા વસુલાત બાકી છે ત્યારે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા જરૂરી સ્વભાંડોળની રકમ માટે વેરા વસુલાત અનિવાર્ય હોય પાલિકાતંત્ર દ્વારા કડક વલણ અપનાવી 10 જેટલા બાકી વેરાદારો ના પાણી કનેક્શન બે દુકાનોને સિલ કરવાની કામગીરી કરી હતી, પાલિકા ચીફ ઓફિસર દ્વારા નગરની સુખાકારી અને પુરતી મૂળભૂત સુવિધાઓ નિયમિત પ્રદાન કરી શકાય તે માટે નગરજનોને બાકી વેરા વહેલીતકે ભરપાઈ કરવા માટેની અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


