વિગતઃ- આ કામના આરોપીએ ફરીયાદીની દીકરી(ભોગબનનાર) સગીરવયની હોવાનુ જાણવા છતા પણ તેના વાલીપણામાંથી ભોગબનનારને લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી જઇ જે અંગે લીલીયા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરૂધ્ધ ગુન્હો રજી. થયેલ જે કામે આરોપી નાસતો ફરતો હતો
મ્હે. અધિક પોલીસ મહાનીદેશક સી.આઇ.ડી.ક્રાઇમ ગાંધીનગર નાઓ દ્વારા ૦ થી ૧૮ વર્ષના ગુમ/ અપહરણ થયેલ બાળકોને શોધવા મીસીંગ ડ્રાઇવ રાખેલ હોય જે અન્વયે
શ્રી ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગર નાઓએ રેન્જના જીલ્લાઓમાં ગુમ અપહરણ થયેલ બાળકોને શોધવા તેમજ નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા સુચના આપેલ હોય શ્રી હિમકર સિંહ પોલીસ અધિક્ષક, અમરેલી નાઓ દ્રારા ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી તથા ફરાર કેદીઓ શોધી કાઢવા તથા અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી એ.એમ.પટેલ પો.ઇન્સ. એલ.સી.બી. અમરેલી નાઓના ટેક્નીકલ સોર્સ આધારે શ્રી કે.જી.મયા (ગઢવી) પો.સબ.ઇન્સ. પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી નાઓની ટીમને મળેલ ચોકકસ બાતમી દ્રારા, લીલીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૧૧૧૯૩૦૩૫૨૩ ૦૦૯૭/૨૦૨૩ IPC કલમ ૩૬૩,૩૬૬ પોકસો કલમ-૧૮ વિ. મુજબના કામે છેલ્લા એક માસથી પકડવાના બાકી આરોપીને ભોગબનનાર સાથે જેતપુર ગામેથી તા.૧૫/૦૫/૨૦૨૩ ના રોજ ચોક્કસ બાતમી આધારે હસ્તગત કરીઆગળની ધટતી કાર્યવાહી કરવા લીલીયા પો.સ્ટે. ને સોપવા તજવીજ કરેલ.
*પકડાયેલ આરોપી:-* *સુનીલભાઇ બીપીનભાઇ બારૈયા ઉ.વ. ૨૨ રહે.ધારી વાઘાપરા તા-ધારી જી.અમરેલી*
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક, શ્રી હિમકર સિંહ નાઓની સુચના અન્વયે શ્રી કે.જી.મયા(ગઢવી) પો.સબ ઇન્સ. પેરોલ ફર્લો સ્કવોર્ડ તથા એ.એસ.આઇ. હીંમતભાઇ જીંજાળા, શ્યામકુમાર બગડા, કૌશિકભાઇ બેરા તથા હેડ કોન્સ. જયપાલસિંહ ઝાલા, પરેશભાઇ સોંદરવા તથા પો.કોન્સ. સતારભાઇ શેખ, તથા વુ. કોન્સ. ધરતીબેન લીંબાસીયા એ રીતેના જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


