છોટાઉદેપુર નગરપાલિકામાં પૂર્વ ચીફ ઓફિસર દ્વારા સફાઈની બાબતોના કોન્ટ્રાકટ બાબતે ગેરરીતિ આચરવામાં આવી હોય જેથી પાલિકાના પૂર્વ ઉપ પ્રમુખ અને સભ્ય દ્વારા ચીફ ઓફિસર વિરુદ્ધ ગુજરાત અધિનિયમ 1963ની કલમ 258(1) હેઠળ પ્રાદેશિક કમિશનરની કચેરીમાં તા 3/5/23ના રોજ અપીલ કરી છે. જેની સુનાવણી તા 23/5/23ના રોજ છે
છોટાઉદેપુર નગરપાલિકા પૂર્વ ઉપ પ્રમુખ ઝાકિરભાઈ દડી અને સભ્ય મહેન્દ્રસિંહ અંબાલિયા દ્વારા પૂર્વ પાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ ગુજરાત અધિનિયમ 1963 ની કલમ 258(1) હેઠળ અપીલ અરજી કરી છે. જેમાં છોટાઉદેપુર નગરમાં ડોર ટુ ડોર કચરો કલેક્શન કરવા માટે વોર્ડ 1 થી 7 માં રસ્તા તેમજ ગટરોની સફાઇ માટે જે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો તેમ ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવેલ હોય તેમજ નગરપાલિકામાં આ બાબતે કોઈ ઠરાવ થયેલ ન હોવા છતાં નગરપાલિકાએ તે સમયના તા 9/12/2021 ની સભામાં ઠરાવ નંબર 73 તેમજ તા 29/7/22ની સભામાં ઠરાવ નંબર 37 ની 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરવાના કામે વોર્ડ ન 1 થી 7 માં સફાઈ કામગીરી કરવા અંગે ઠરાવો પાછળથી લખી નાખીને આ અંગે ખર્ચ કરી ને મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોય જેથી થયેલ ઠરાવો વિરુદ્ધ જાહેર હિતમાં પ્રાદેશિક કમિશનરની કચેરીમાં અપીલ કરી છે. જેની સુનાવણી તા 23/5/23ના હોય જેથી પ્રાદેશિક કમિશ્નર કચેરી ખાતે હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
