Gujarat

કલા ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લાએ પણ રંગ પૂર્યા આંકોલવાડી ગીરથી શરૂ કરેલ સફળ આજે આકાશને આંબી,રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ અને ગુજરાત આર્ટ સોસાયટીના સેક્રેટરી તરીકે કાર્યરત વતન ગીરમાં પણ આર્ટિસ્ટ વિલેજ દ્વારા ચિત્રકલા પ્રવૃત્તિને આપે છે

કલા ક્ષેત્રે ગીર સોમનાથ જિલ્લાએ પણ રંગ પૂર્યા આંકોલવાડી ગીરથી શરૂ કરેલ સફળ આજે આકાશને આંબી,રાજકોટ આર્ટ સોસાયટીના પ્રમુખ અને ગુજરાત આર્ટ સોસાયટીના સેક્રેટરી તરીકે કાર્યરત વતન ગીરમાં પણ આર્ટિસ્ટ વિલેજ દ્વારા ચિત્રકલા પ્રવૃત્તિને આપે છે વેગ રાજકુમાર કોલેજમાં ફાઈન આર્ટના એચઓડી તરીકે વિદ્યાર્થીઓને કલાનું જ્ઞાન પીરસે છે, ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દ્વારા પેન્ટિંગ શિલ્પકલા અને  છબીકલા ક્ષેત્રે માતબર યોગદાન આપનાર રાજ્યના 31 કલાકારોને ગૌરવ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે તેમાં મૂળ તાલાલા ગીરના આંકલવાડી ગામના હાલ રાજકોટને કર્મભૂમિ બનાવનાર રાજકુમાર કોલેજના ફાઇન આર્ટ વિભાગનાએચઓડી શ્રી ઉમેશભાઈ ક્યાડાના નામની ચિત્રકલા માટે વર્ષ 2017-18 માટે ઘોષણા થઈ છે
    ઉમેશભાઈ શાળા સમયથી જ ચિત્રકલા ની શરૂઆત કરી હતી કોલેજકાળ સુધીમાં તેમને  એવોર્ડ મળવાની પણ શરૂઆત થઈ હતી તેમણે ફાઇન આર્ટ વિદ્યાનગરથી ગ્રેજ્યુએશન અને ગ્વાલિયરથી પ્રખ્યાત રાજા માનસી તોમર આર્ટ એન્ડ ક્રાફ્ટ યુનિવર્સિટીમાંથી માસ્ટર ઓફ ફાઈન આર્ટ ની ડીગ્રી મેળવી હતી
જીવનમાં ચિત્રકલા માટે કંઈક કરી છૂટવા માટે તેમણે 2018માં કર્મભૂમિ રાજકોટ ખાતે રાજકોટ આર્ટ સોસાયટીની સ્થાપના કરેલ અને હાલ તેઓ પ્રમુખ અને કાર્યરત છે ઉપરાંત માદરે વતન આંકોલવાડીમાં પણ ગીરવેલી આર્ટિસ્ટ વિલેજ ના અધ્યક્ષ પદે રહી કલા પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યા છે જેમાં દર વર્ષે દેશ-વિદેશના કલાકારો સેમિનારમાં ભાગ લે છે
ઉમેશભાઈ ચિત્રકલા ના માધ્યમથી સમાજમાં જાગૃતિ લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે તેમણે સમાજને સ્પર્શતા નિર્ભયા કાંડ,મની લોન્ડરીંગ, ભણતરનું ભારણ સહિતના વિષયો માટે ગુજરાતની સંસ્કૃતિ એવા ગરબાના વિષયો વગેરે દ્વારા 50થી વધુ વન મેન શો તેમજ સમુહ ચિત્ર પ્રદર્શન યોજ્યા છે
ઉમેશભાઈ હાલ ગુજરાત આર્ટ સોસાયટી ગુજરાતના સેક્રેટરી તરીકે પણ કાર્યરત છે નાના એવા ગામનો બાળક આજે ચિત્રકલા ક્ષેત્રે મોટું નામ એવા ઉમેશભાઈ ગૌરવ પુરસ્કાર મળવા બદલ ખુબ ખુબ અભિનંદન

IMG-20230522-WA0054-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *