છોટાઉદેપુર નગરમાં રહેતા રાધેશ્યામભાઇ રામકિશનજી સોની પરિવાર દ્વારા પિતૃ મોક્ષાર્થે ભાગવત કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહ તા. 27 મેં થી 2 જૂન સુધી છોટાઉદેપુર નગરના દરબાર હોલ ખાતે આયોજિત કરવામાં આવી છે. આજરોજ પ્રથમ દિવસે નગરના જીમખાના બાલાજી હાઈટ્સ થી બેન્ડ વાજા સહિત ભવ્ય કળશ યાત્રા નગરમાં ફરી કથા સ્થળે પહોંચી હતી. મધ્ય પ્રદેશના પ્રખર ભગવતાચાર્ય પંડિત હેમન્ત ભારદ્વાજ દ્વારા સંગીતમય શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવવામાં આવશે . ભાગવત કટાહ ને લઇ નગરમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


