Gujarat

છોટાઉદેપુરના મીઠીબોર પાસે આવેલ માલ ગામે દેવની પેઢી બદલવામાં આવશે ઢોલ ત્રાંસા સાથે નાચગાન કરી નવા ઘોડા લેવા ગ્રામજનો પંચમહાલ પહોંચ્યા      `

છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર ગામ પાસેના માલ ગામના લોકો જૂની પરંપરા પ્રમાણે 40 વર્ષે દેવની પેઢી બદલવાનો રીત રિવાજ હોય છે. જે કાર્યક્રમ 31 મેના રોજ યોજાશે 31 તારીખે યોજાનાર દેવની પેઢી બદલવાનો કાર્યક્રમની તૈયારીના ભાગ રૂપે છોટાઉદેપુર તાલુકાના મીઠીબોર જૂથ ગ્રામ પંચાયતના માલ ગામના ગ્રામજનો આજરોજ પંચમહાલ જિલ્લાના સેવાનીયા અને અંદરપુરા વાજતે ગાજતે પહોંચ્યા હતા. જેમાં 40 વર્ષે દેવોની પેઢી દેવ બદલવાનો રિવાજ હોય છે. જે પ્રસંગ નું આયોજન કરવામાં આવ્યું છે. માલ ગામે ગામસાઈ પીઢી મેળો 31 મેના રોજ યોજાશે જેમાં ગ્રામજનો શ્રદ્ધાભેર અને ભારે આસ્થા સાથે દેવોનું પૂજન કરી નવા દેવની સ્થાપના કરશે
        છોટાઉદેપુર જિલ્લાનો આદિવાસી પકૃતિ નો પૂજક હોય છે. આ વિસ્તારમાં ઘણા ગામોમાં પ્રથાઓ મુજબ દેવોની પેઢી બદલવાની પરંપરા હોય છે. જેની તૈયારી અર્થે મીઠીબોરના માલ ગામના ગ્રામજનો આજરોજ ઢોલ ત્રાંસા અને નાચગાન સાથે પંચમહાલ જિલ્લાના સેવનિયા અને અંદરપુરા ગામે કુંભાર ને ત્યાં ઘોડા લેવા પકહોંચ્યાં હતા. અને પરંપરા પ્રમાણે વિધિવત રીતે ઘોડા તથા અન્ય સાધન સામગ્રી લઈ પરત છોટાઉદેપુર ના માલ ગામે ફર્યા હતા. માલ ગામના આગેવાન અર્જુનભાઇ રાઠવાએ જણાવ્યું હતુકે અમારા ગામમાં 38 થી 40 વર્ષ પહેલા દેવોની સ્થાપના કરી હતી તે આજે બદલવાની હોય આ પરંપરા પહેલેથી ચાલતી આવી છે જે અમે ઉજવવા જઇ રહ્યા છે. જેમાં અમારા ગામના રહીશો મોટી સંખ્યામાં ભાગ લેશે અને ધામધૂમ પૂર્વક 100 ઘરો માંથી રૂ 6 હજાર લેખે લોકફાળો ભેગો કરી ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવશે. તેમ જણાવ્યું હતું.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG_20230527_160130.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *