Gujarat

 છોટાઉદેપુરમાં મહિલાઓ દ્વારા વટસાવિત્રી વ્રતની ઉજવણી કરાઈ 

છોટાઉદેપુર નગરની મહિલાઓ દ્વારા પોતાના પતિની લાંબી ઉમર માટે  વટ  સાવિત્રી વ્રત ની ઉજવણી કરવામાં આવી હતી. પૌરાણીક કથા મુજબ સાવિત્રી આ વ્રત કરીને પોતાના પતિને યમરાજ પાસે થી છોડાવી પરત લાવી હતી. ત્યારથી  દરેક પરણિત સ્ત્રી પોતાના ભરથાર નું લાંબુ આયુષ્ય અને સુખાકારી ઇચ્છતી હોય છે. પૌરાણિક કથા મુજબ જ્યેષ્ઠ પૂર્ણિમા નારોજ વટવૃક્ષ નું શ્રધ્ધાભેર પૂજન અર્ચન કરવાથી દરેક પરણિત સ્ત્રી ને તેના પતિના લાંબા આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આજરોજ કિલ્લામાં આવેલા વટવૃક્ષ નું મહિલાઓ દ્વારા પોતાના ભરથારને લાંબા આયુષ્યનું વરદાન મળે તે માટે શ્રધ્ધાભેર પૂજન અર્ચન કરાયું હતું અને નગરની બહેનો માતાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230603-WA0042.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *