જૂનાગઢ શહેર (તાલુકા કક્ષા)ના સ્વાગત કાર્યક્રમમાં નશરીનબાનુ સાજીદભાઈ મુલ્લાની ગંગા સ્વરૂપા આર્થિક સહાયનો મંજૂરી હુકમ મળતા જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.
શહેરના હેઠાણ ફળીયા વિસ્તારમાં રહેતા નશરીનબાનુ કહે છે કે, સ્વાગત કાર્યક્રમમાં ગંગાસ્વરૂપ આર્થિક સહાયનો પ્રશ્ન રજૂ કર્યો હતો. તે સંદર્ભે પ્રાંત અધિકારીના હસ્તે આ યોજના હેઠળ સહાય મંજૂરીનો હુકમ મળ્યો છે. એટલે આ યોજનાની સહાય તો મંજૂર થઈ ગઈ છે. ઉપરાંત કેન્દ્ર-રાજ્ય સરકારની અન્ય યોજનાઓ હેઠળ મળવાપાત્ર લાભ આપવાનું કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. આમ અમારી તકલીફોનું સરળતાથી નિરાકરણ થયું છે તેમ જણાવતા તેમણે કલેક્ટરશ્રી અને ગુજરાત સરકારનો આભાર માન્યો.
ઉલ્લેખનીય છે કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી શરૂ થયેલા સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાના અવસરે સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. જેના દ્વારા જનપ્રશ્નોનું ત્વરિત નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.


