કેનાલ પાસેથી કિશોરનો શર્ટ અને ચપ્પલ મળતાં તર્ક વિતર્ક
બોડેલીના માં ચા નાસ્તાની લારી ચલાવતા પરિવારનો ધોરણ 8માં ભણતો પુત્ર શનિવારની સાંજે ઘરેથી મંદિરે જવાનું કહીને મિત્રો સાથે નીકળ્યો પણ મોડી સાંજ સુધી ઘરે ન આવતા તેના મિત્રોને પૂછ્યું તો ખબર ન હોવાનું કહ્યું અને શોધખોળ કરતાં ગામની કિનારે આવેલી નર્મદા કેનાલની કિનારે કિશોરનો શર્ટ અને ચપ્પલ મળ્યા હતા. શર્ટના ખિસ્સામાં ઘરેથી લીધેલા રૂા. 20 પણ જેથી અનેક તર્ક વીતર્ક જોવા મળી રહ્યા છે
દીકરો ન મળતા પરિવારજનો ખૂબ ચિંતા વ્યક્ત કરી છેવટે રાતે બોડેલી પોલીસને જાણ કરી હતી. ક્યાંક અજુગતું તો બન્યું નથી ને તેમ વિચારી પરિવારજનો અને ગ્રામજનો છેક કોલિયારી સુધી નર્મદા કેનાલ અને આજુબાજુ જોઈ આવ્યા હતા. પણ બનાવને 24 કલાક વીત્યા છતાં હજી કોઈ ભાળ મળી નથી. ભણવામાં હોશિયાર પુત્ર ગુમ થતા પરિવારજનોમાં દુઃખ ની લાગણી વ્યાપી છે. બોડેલી પોલીસે પરિજનોની જાણવા જોગ ખબરને આધારે તપાસ હાથ ધરી જૂની બોડેલી વિસ્તારનો 14 વર્ષ કિશોર ગુમ થયાની ફરિયાદ બોડેલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ
