ગાંધીનગર
ભારત દેશની રાજધાની દિલ્હી ઠગ નગરી તરીકે પ્રખ્યાત છે. અને દિલ્હીના આવા જ એક ઠગે ગાંધીનગરના એજન્ટોને ધુતી લીધા છે. દિલ્હી માટે એવું કહેવાય કે, ત્યાંના ઠગ ઉભા -ઉભા તાજમલ પણ વેચી શકે. પરંતુ ગાંધીનગરના ત્રણ એજન્ટને તેનો પ્રત્યક્ષ અનુભવ થઈ ગયો. ભરોસાની ભેંસ પાડો જણે એમ ગાંધીનગરના ત્રણ એજન્ટને એક દિલ્હીનો ઠગ એજન્ટ રૂપિયા એક કરોડનો ચૂનો ચોપડીને ફરાર થઈ ગયો છે. આ મુદ્દે ઇન્ફોસિટી પોલીસે કુલ ૫ ઈસમો સામે છેતરપિંડીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


