Gujarat

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ટેસ્ટ મેચની ભાજપના તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે

અમદાવાદ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ ૯ માર્ચે અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સીરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોનીઝ પણ હાજર રહેવાના છે. જેથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખીચોખીચ ભરવામાં આવશે. સૌપ્રથમવાર ટેસ્ટ મેચ દરમિયાન ૧.૧૦ લાખ દર્શકોની કેપેસિટી ધરાવતું સ્ટેડિયમ આખું ભરાશે. બંને દેશોના વડાપ્રધાન મેચ જાેવા આવવાના હોવાથી ભાજપ શહેર સંગઠન દ્વારા તમામ કાર્યકર્તાઓને ટિકિટ આપવામાં આવશે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મોટેરા સ્ટેડિયમની ટિકિટો ભાજપ સંગઠન દ્વારા તેમના તમામ કાર્યકર્તાઓને આપવામાં આવશે. શહેરના તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરો જેટલા પણ કાર્યકર્તાઓને લાવવાના છે તેની સંખ્યા મુજબ ટિકિટની વહેંચણી કરવામાં આવશે. ભાજપ સંગઠનના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન મેચ જાેવા આવશે. જેને લઈને ભાજપ શહેર સંગઠનને સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં દર્શકોને લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ ધારાસભ્યો અને કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારના કાર્યકર્તાઓને મેચ જાેવા માટે લાવવા અને લઈ જવાની જવાબદારી આપવામાં આવી છે. કોર્પોરેટરો ધારાસભ્યો અને શહેર સંગઠનના હોદ્દેદારો દ્વારા કાર્યકર્તાઓની સંખ્યા લખાવવામાં આવશે, તે મુજબ ભાજપ સંગઠન દ્વારા ટિકિટોની વહેંચણી કરવામાં આવશે અને તમામને લાવવા લઈ જવાની જવાબદારી કોર્પોરેટરો અને ધારાસભ્યોએ જાતે કરવાની રહેશે.

Page-19.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *