ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે ગઇ કાલ તા.૦૬/૦૫/૨૦૨૩ નાં બાતમી હકિકત આધારે પીપાવાવ મરીન પો.સ્ટે. ના રામપરા ૨ ગામેથી આઇ.પી.એલ. ૨૦૨૩ ની ચેન્નઇ સુપરકિંગ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચેની લાઇવ – ક્રિકેટ મેચ ઉપર એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં CRICKBUZZ એપ્લીકેશન મારફતે ક્રિકેટ મેચનો સ્કોર જાણી, કાગળમાં પોતાના નામ સામે આંકડાઓ લખી, પૈસા વડે ‘“ક્રિકેટનો સટ્ટો” રી/રમાડતા ત્રણ ઇસમોને પકડી પાડી, તેમજ બે ઇસમો હાજર નહીં મળી આવેલ હોય, સંડોવાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) લાભુ દેવાયતભાઇ વાઘ, ઉં.વ.૩૦, રહે.રામપરા-૨, તા.રાજુલા, જિ.અમરેલી. (૨) ભુપત દેસુરભાઇ પીંજર, ઉ.વ.૩૭, રહે.હડમતીયા, તા.રાજુલા, જિ.અમરેલી. (૩) દુલા ભીખાભાઇ લાખણોત્રા, ઉ.વ.૩૦, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી
પકડવાના બાકી આરોપીની વિગતઃ-
(૪) કનુ ભીખાભાઇ વાઘ, રહે.રામપરા- ૨, તા.રાજુલા, જિ.અમરેલી, (૫) લાલા લખમણભાઈ રામ, રહે.ભેરાઇ, તા.રાજુલા, જિ.અમરેલી.
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૧૦,૩૨૦/- તથા એન્ડ્રોઇડ મોબાઇલ ફોન -૪ કિં.રૂ.૫૭,૦૦૦/- તથા ક્રિકેટ ટીમના નામો/આંકડાઓ લખેલ ડાયરી – ૧ કિ.રૂ.૦૦/- મળી કુલ કિ.રૂ.૬૭,૩૨૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જીગ્નેશભાઇ અમરેલીયા તથા પો.કોન્સ. લિલેશભાઇ બાબરીયા, વિનુભાઈ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


