Gujarat

ચલાલા પોલીસ સ્ટેશનના છેતરપીંડી અને વિશ્વાસઘાતના કામે ૨૩ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ચલાલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૪૮/૨૦૦૦, આઇ.પી.સી. કલમ ૪૦૬, ૪૨૦ વિ. મુજબના કામે છેલ્લા ૨૩ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ ચલાલા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
વિરેન્દ્રકુમાર હિંમતલાલ સોની, ઉ.વ.૬૬, રહે.અમદાવાદ, નારાયણપુરા, વિજયનગર, ફ્લેટ ૨૪/૧૪૪, તા.જિ.અમદાવાદ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ, તથા હેડ કોન્સ. નિકુલસિંહ રાઠોડ, તથા પો.કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી, શિવરાજભાઇ વાળા દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230508-WA0024.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *