Gujarat

પુનાદરા ખાતે સિકોતર માતાજી મંદિરે નવચંડી યજ્ઞ યોજાયો..

મકસુદ કારીગર,કઠલાલ
કપડવંજ તાલુકાના પુનાદરા ગામે સિકોતર માતાજી મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતુ.
સ્વ.શ્રી મંગળદાસ ભુલાભાઈ નાથાભાઈ શર્મા પરિવારના સર્વે કુટુંબીજનો દ્વારા આયોજિત આ નવચંડી યજ્ઞના મુખ્ય યજમાન તરીકે આતરસુંબા પૂર્વ સરપંચ રાજેશભાઈ શર્મા અને રીનાબેન રાજેશભાઈ શર્માને માતાજીના આશિર્વાદ મેળવવાનો અનન્ય અવસર પ્રાપ્ત થયો હતો. તેમજ કુલ અગિયાર યજમાનો અને સમસ્ત પરિવારજનો તથા સ્નેહીજનો સહીત સમગ્ર પુનાદરા ગ્રામજનો એ માતાજીની પૂજા અર્ચના આરાધના કરી માતાજીના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે સહકારી આગેવાન અને અમૂલના ડિરેક્ટર જયેશભાઈ પટેલ નવાગામ, કપડવંજ તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુળરાજસિંહ સોલંકી, પુનાદરા સરપંચ પી.ડી. ઝાલા, કાભઈના મુવાડા પૂર્વ સરપંચ દિનેશભાઈ ઠાકોર, રમણભાઈ પટેલ સહિત વિસ્તારના સર્વે સરપંચ, આગેવાનો તથા ભાવિક ભક્તોએ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી હતી.

IMG-20230404-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *