Gujarat

(પ્રસુતી કેસમાં તાત્કાલિક લોહીની જરૂર પડતા) ધ્રાંગધ્રા મુસ્કાન ટ્રસ્ટના વિદ્યાબેન મહેશ્વરીએ રક્તદાન કર્યું.

(પ્રસુતાં અને બાળક એક સાથે બે જીવ માટે તત્કાલ રક્તદાન કરવા દોડી આવ્યા)
(ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ માનવતા ની જીવંત જ્યોત સમાન : અનેક લોકોની મદદે આવી નિસ્વાર્થ સેવાકીય ધોધ વરસાવી રહ્યું છે)
ધ્રાંગધ્રા : ( હિતેશ રાજપરા)
સુરેન્દ્રનગરના ધાંગધ્રા પંથકના મુસ્કાન ગ્રુપ  સમગ્ર પંથક માં માનવતા મહેકવવામાં આવી છે. તત્કાલ સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા ની હોસ્પિટલમાં એક બેન ને પ્રસુતી કેસ માં B+ પોઝેટીવ બ્લડ ની જરૂર પડતા હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા ત્યારે બેન ને પ્રસ્તુતિ માં લોહીની ખૂબ જ જરૂર હતી તે દરમિયાન ધાંગધ્રા મુસ્કાન ગ્રુપના મેમ્બર  પોતાના ઘરે હતા ત્યારે આ બાબતની જાણકારી ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા વિધ્યા બેન મહેશ્વરી ને થતા તાત્કાલિક પણે વિધ્યા બેન મહેશ્વરી ઘરે થી સીધા શ્રદ્ધા બ્લડ બેન્ક આવી ને એક પ્રસુતી બેન ને લોહી ની જરૂર હોય ત્યારે રક્તદાન કર્યું હતું અને એ પ્રસુતી બેન ને લોહી પૂરું પાડ્યું હતું ત્યારે આમ પણ ધાંગધ્રા માં  ધ્રાંગધ્રા બ્લડ ડોનેશન ગ્રુપ અનેક લોકોની જિંદગી અગાઉ પણ બચાવી ચૂક્યું છે ત્યારે સામાન્ય રીતે એક લેડીસ એ પ્રસુતી કેસ માં બ્લડ આપ્યું ત્યારે ગર્વ સાથે પ્રેરણાત્મક ઉદાહરણ પણ સ્થાપિત કર્યું હતું.

IMG-20230328-WA0132.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *