બોડેલી સહીત આસપાસના વિસ્તારોમાં આજે સાંજમાં સમયે વરસાદી માહોલ છવાયો હતો જેને લઇ નગરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા તો બીજી બોડેલીમાં ગોપાલ ટોકીજ પાસે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ગોપાલ ટોકીજથી રાજખેરવા સુધી છેલ્લા કેટલાક સમયથી રોડ નવીનીકરણની કોઈક કારણોસર અટવાઈ છે જેને લઇ રામનગર સોસાયટી સહિત અનેક સોસાયટીના લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે જયારે રોડની કામગીરી વહેલી તકે શરુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે તો બીજી તરફ થોડાક વરસાદમાં રોડની કામગીરી માટે ખોડાયેલ ખાડામાં પાણીનો ભરાવો થયો હતો તો આગામી સમયમાં અહીં રોડની કામગીરી કરવામાં નહીં આવે તો ચોમાસામાં લોકોની શું હાલત થશે તે પણ એક સવાલ છે તદુપરાંત અલીપુરા બીઓબી બેન્ક પાસે વર્ષોથી ચોમાસામાં પાણી ભરાઈ છે આ બાબતની જાણ તંત્રને પણ છે તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી આમ પ્રશ્નનો ઉકેલ લાવવા માટે તંત્ર નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે રોડની કામગીરી વહેલી તકે શરુ કરવામાં આવે તેવી રહીશો માંગ કરી રહ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


