રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે
આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આજે જામનગરમાં ગુજરાત
ગૌરવ દિનની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. રાજ્યપાલશ્રીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
રાજ્યપાલશ્રીના સ્વાગતમાં મેયર શ્રીમતી બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, ધારાસભ્ય શ્રી
રીવાબા જાડેજા, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા કલેકટર શ્રી બી. એ. શાહ, જિલ્લા પોલીસ વડા શ્રી પ્રેમસુખ ડેલું,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી વિકલ્પ ભારદ્વાજ, એરપોર્ટ ઓથોરિટી ડાયરેકટર શ્રી સચિન ખેંગાર, આસિસ્ટન્ટ મેનેજર શ્રી
પ્રશાંત મહેતા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


