Gujarat

માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘રોલરક્રશ બેરિયર ટેકનોલોજી’નો ઉપયોગ અકસ્માતના કિસ્સામાં નાગરિકોની જાનહાનિ ટાળવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે ઃ મંત્રી જગદીશ વિશ્વકર્મા

મંત્રી જગદીશ વિશ્વકર્માએ મુખ્યમંત્રીના માર્ગ અને મકાન વિ઼ભાગના પ્રત્યુત્તરમાં ગૃહમાં જણાવ્યું હતું કે, રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ‘રોલરક્રશ બેરિયર ટેકનોલોજી’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે અકસ્માતના કિસ્સામાં નાગરિકોની જાનહાનિ ટાળવા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તેમજ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને જાેડતા નરોડા-ધનસુરા વાયા દહેગામ તથા હરસોલ રોડને ફોરલેન કરવા અંગેની વિગતો અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં તેમણે ટેન્ડર પ્રક્રિયા ટૂંક સમયમાં પૂર્ણ કરાશે તેમ ગૃહમાં જણાવ્યું હતું.
વર્ષ ૨૦૨૨ અંતિતની સ્થિતિએ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાને જાેડતા નરોડા-દહેગામ-હરસોલ-ધનસુરા રોડને ચાર માર્ગીય કરવા માટેની કામગીરી હાલમાં ટેન્ડરની પ્રક્રિયા હેઠળ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ રસ્તાની ૩૭.૬૦ કિમી લંબાઈ માટે રૂ. ૨૪૪.૪૦ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે.
આ ધોરીમાર્ગના નિર્માણથી થનારા લાભની વિગતો આપતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે, બંને જિલ્લાનાના નાગરિકોને પૂર્વ અમદાવાદ સાથે કનેક્ટિવિટી માટે આ અગત્યના રાજ્યધોરી માર્ગનું ચારમાર્ગીયકરણ થતા ટ્રાફિકનું ભારણ હળવુ થશે, અકસ્માતો ઘટશે અને રસ્તા પર આવેલ ક્વોરી ઉદ્યોગના પરિવહન માટે સુગમતા થશે. તેમજ કોરનેટવર્ક અને યાત્રાધામને જાેડતા રસ્તાઓ પૈકી અગત્યનો રસ્તો હોવાથી શામળાજી યાત્રાધામને વધુ સારી કનેક્ટીવીટી પ્રદાન થશે.
ઉલ્લેખનીય છે કે, રોડ પર થતા અકસ્માતોને અટકાવવા માટે નવી ટેકનોલોજી રોલરક્રશ બેરિયર અકસ્માતનીયા કિસ્સામાં નાના તેમજ ભારે વાહનોને રોડ સાઈડના ખાડામાં અથવા ઊંડી ખીણમાં ખાબકતા બચાવવા માટે ખૂબ ઉપયોગી છે. રોલર ક્રશ બેરિયર ટેકનોલોજીનાં પગલે અકસ્માતનાં સમયે વાહન બેરિયર સાથે અથડાતા તે ફરીને પાછુ રસ્તા પર આવી જાય છે અથવા રોલર બેરિયર અકસ્માતનાં સમયે વાહનને રસ્તા પર ફેંકી દે છે. જેથી મોટી દુર્ઘટના ટળે છે અને મોટાપાયે જાનહાનિ અટકાવવામાં મદદરૂપ થાય છે. તેમજ આ રોલર ક્રશ બેરિયર રબરનાં હોવાનાં કારણે વાહનને પણ વધારે નુકસાન થવા દેતા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *