Gujarat

મુખ્યમંત્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે જૂનાગઢ તાલુકાનો (ગ્રામ્ય) સ્વાગત ઓનલાઇન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

મુખ્યમંત્રીશ્રી દ્વારા લોકોના પડતર પ્રશ્નોના ઉકેલ માટે અને તાલુકા કક્ષાના પ્રશ્નોના ઉકેલ માટે લોકોએ તેમની ફરિયાદ રજૂ કરવા માટે ઉચ્ચ કક્ષા સુધી ન જવું પડે તે માટે તાલુકા કક્ષાએ સ્વાગત ઓનલાઈન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ તાલુકા(ગ્રામ્ય) માટે તા.૨૬/૦૪/૨૦૨૩ના સવારે ૧૧ કલાકે મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કચેરીતાલુકા સેવા સદન સરદારબાગજૂનાગઢ ખાતે યોજાનાર કાર્યક્રમ માટે જૂનાગઢ તાલુકા શહેર કક્ષાના પ્રશ્નો/ફરિયાદો તા.૧૦/૦૪/૨૦૨૩ સુધીમાં તાલુકા મામલતદાર અને એક્ઝીક્યુટીવ મેજિસ્ટ્રેટજૂનાગઢ(ગ્રામ્ય) ને પહોંચાડી આપવા સંબંધકર્તા લોકોને જણાવવામાં કરવામાં આવે છે. અરજીના મથાળે જૂનાગઢ (શહેર) તાલુકા માટેનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ લખવાનું રહેશે. 

મુખ્યમંત્રીશ્રીનો સ્વાગત ઓનલાઇન(ફરિયાદ નિવારણ) કાર્યક્રમમાં કોઇપણ અરજદારને અરજી કરતા પહેલા શહેરી વિસ્તારના પ્રશ્ન હોય તો સીટી તલાટીશ્રીને પ્રથમ અરજી કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોયતાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રશ્ન અંગે લેખિતમાં રજૂઆત કરેલ હોવી જોઇએ અને તે અનિર્ણિત હોયઆ કાર્યક્રમમાં રજૂ થતાં પ્રશ્નો શહેર કક્ષાએ જ નિર્ણય લઇ શકાય તેવા હોવા જોઇએઆ કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ પોતાના પ્રશ્નના આધાર પુરાવા સાથે રજૂઆત કરી શકશે અને આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજૂઆત કરી શકશેસામુહિક રજૂઆતો નહિ થઇ શકે. આમઆ પ્રકારની અરજીઓ રજૂ થઇ શકશે.

તેમજ મુદ્દત બાદની અરજીઓઅસ્પષ્ટ રજૂઆતવાળી અરજીઓએક કરતા વધુ વિભાગ/કચેરીના પ્રશ્નોસુવાચ્ય ન હોય તેવી અરજીઓનામ-સરનામા વગરની અરજીઓવ્યક્તિગત આક્ષેપોવાળી અરજીઓનીતિ-વિષયક પ્રશ્નોચાલુ સરકારી કર્મચારીના સેવા વિષાયક પ્રશ્નોકોર્ટ મેટરદિવાની પ્રકારની ખાનગી તકરારોઅપીલ થવાપાત્ર કેસો વાળી અરજીઓઅરજદારને સ્વયં સ્પર્શતા ન હોય તેવા પ્રશ્નોઅરજદારે તેમની રજૂઆત અંગે સંબંધિત કચેરી/ખાતાનો એકવાર પણ સંપર્ક કર્યા સિવાય પ્રથમ વખત સીધા જ આ કાર્યક્રમમાં રજૂ કરેલ પ્રશ્ન અને અગાઉના સ્વાગત કાર્યક્રમમાં રજૂ થયેલ પ્રશ્નોની અરજીઓ રજૂ થઇ શકશે નહીં. તેમ જૂનાગઢ(ગ્રામ્ય) મામલતદારની યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *