ઈન્ડિયન પ્રીમિયર લીગ(IPL)ની 16મી સિઝન આજથી શરૂ થઈ ગઈ છે. મેચ પહેલા IPLની ઓપનિંગ સેરેમની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ. સેરેમની જોવા માટે સવા લાખ લોકો સ્ટેડિયમ પહોંચ્યા. મંદિરા બેદીએ લગભગ 55 મિનિટ ચાલેલી ઓપનિંગ સેરેમનીને હોસ્ટ કરી. બોલિવૂડ સિંગર અરિજીત સિંહ, એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને તમન્ના ભાટિયાએ ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યું.
અરિજીતના પર્ફોર્મન્સથી શરૂઆત
બોલિવૂડ સિંગર અરિજીત સિંહના પરફોર્મન્સ સાથે ઓપનિંગ સેરેમની શરૂ થઈ હતી. તેમણે ‘કેસરિયા’, ‘લહરા દો’, ‘અપના બનાલો’, ‘ઝૂમે જો પઠાન’, ‘રાબતા’, ‘શિવાય’, ‘જીતેગા-જીતેગા’, ‘ચઢેયા ડાંસ દા ભૂત’ અને ‘શુભાનલ્લાહ’ જેવા ગીત પર પરફોર્મન્સ આપ્યું.નાટુ-નાટુ સોંગ પર પરફોર્મન્સ આપ્યું
અભિનેત્રી રશ્મિકા મંદાનાએ ‘શ્રીવલ્લી’, ‘નાટુ-નાટુ’ અને ‘ઢોલીડા’ જેવા ગીતો પર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. ત્યાર બાદ અભિનેત્રી તમન્ના ભાટિયાએ ‘તુને મારી એન્ટ્રીયાં’ અને ‘છોગાડા તારા’ જેવા ગીતો પર 5 મિનિટ સુધી ડાન્સ કર્યો હતો.ટીમને સપોર્ટ આપવા પહોંચ્યા દર્શકો
ઓપનિંગ સેરેમની શરૂ થાય તે પહેલા જ દર્શકો પોતાની ટીમને સપોર્ટ આપવા માટે પોસ્ટરો સાથે સ્ટેડિયમની બહાર પહોંચી ગયા હતા.સેરેમનીમાં સામેલ ન થયા કેપ્ટન
ટુર્નામેન્ટમાં હોમ અને અવે ફોર્મેટ હોવાના કારણે તમામ ટીમના કેપ્ટન ઓપનિંગ સેરેમનીમાં સામેલ થયા નહતા. ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યા અને ચેન્નઈ સુપર કિંગ્સના મહેન્દ્ર ધોની સેરેમનીમાં હાજર હતા.4 વર્ષ પછી ઓપનિંગ સેરેમની યોજાઈ
IPLમાં 4 વર્ષ બાદ ઓપનિંગ સેરેમની થઈ અને 3 વર્ષ બાદ ટૂર્નામેન્ટ હોમ અને અવે ફોર્મેટમાં રમાશે. એટલે કે ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર 7 લીગ મેચ રમશે અને લીગની બાકીની મેચો સામેની ટીમના હોમ ગ્રાઉન્ડ પર રમશે.
શાહરૂખ ખાનથી લઈને પિટબુલ સુધી કરી ચૂક્યા છે પર્ફોર્મન્સ
આ પહેલા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર્સ પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ IPLમાં પર્ફોર્મ કરી ચૂક્યા છે. 2018 IPLની ઓપનિંગ સેરેમની મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં થઈ હતી. બોલિવૂડ સ્ટાર્સ રિતિક રોશન, જેકલીન ફર્નાન્ડીઝ અને તમન્ના ભાટિયાએ અહીં પરફોર્મ કર્યું હતું. તેમની સાથે સિંગર મીકા સિંહ અને ડાન્સ કોરિયોગ્રાફર પ્રભુદેવાએ પણ ઓપનિંગ સેરેમનીમાં પરફોર્મ કર્યું હતું.
ઉમંગરાવલ અમદાવાદ


